News of Monday, 27th May 2024
પીએમ કિસાન યોજનાની ફેક લિંક થોડા દિવસથી ફરી રહી છે, તે લિંક ઓપન ન કરવા પોલીસની અપીલ
આ લિંક ઓપન ન કરતા નહી તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી જશે

અમદાવાદઃ અમદાવાદ પોલીસ દ્વારા જાહેર જનતાને કહેવામાં આવ્યુ છે કે સ્માર્ટ ફોન ઉપર વોટ્સએપ ઉપર પીએમ કિસાન યોજનાની એક લીંક ફરી રહી છે. તે લીંક ઓપન કરતા તમારા ખાતામાંથી પૈસા બારોબાર ઉપડી જશે. અને તમારુ ખાતુ ખાલી જઈ જશે. તેથી પોલીસ દ્વારા આવી પ્રકારની ખોટી લિંક ઓપન ન કરવાની સૂચના આપવામાં આવી રહી છે.
સ્માર્ટફોનમાં દરેક પ્રકારની લિંક આપણા મોબાઈલમાં આવતી હોય છે. તે અમુક લિંક ઓપન કરતા આપણા ખાતામાંથી પૈસા બારોબર ઉપડી જતા હોય છે. બસ તેવી લિંક થોડા સમયથી ફરી રહી છે. જે લિંક પીએમ. કિસાન યોજના જે તમારા વોટ્સએપના મેસેજમાં આવે છે. અને કહેવામાં આવે છે. કે તમારે પીએમ કિસાન યોજનામાં દર મહિના તમને ૬૦૦૦ હજાર રૂપિયા આપવામાં આવશે. આવી લોભામણી જાહેરાત જોઈને અમુક લોકો તે લિંક ઉપર કિલક કરતા જ તેમના ખાતામાંથી બારોબાર પૈસા ઉપાડી જતા હોય છે.
પીએમ કિસાન યોજનાનો લાભ લેવા અને ૬૦૦૦ હજાર રૂપિયા દર મહિના લેવા માટે જો તમારી વોટ્સએપ પર આવે તો પોલીસ દ્વારા જાહેર જનતાને તેનાથી દૂર રહેવાની જણાવામાં આવ્યુ છે. જો તમારા મોબાઈલમાં આવા પ્રકારની લિંક આવે તો ઓપન ન કરવાની સલાહ આપવામાં આવી છે.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
