તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂપ બન્યો છે ભારતમાલા પ્રોજેકટ
જામનગર - અમૃતસર એકસપ્રેસ વે પર ઉછરી રહ્યું છે નશાનું નેટવર્ક : ૧૨૫૭ કિલોમીટર લાંબા હાઇવે પર સુરક્ષા નથી

પાલી તા. ૨૭ : રાજસ્થાનમાં નશો ઉંડામૂળીયા જમાવી ચૂકયો છે. ગેરકાયદે શરાબ અને ડ્રગ્સ મોટા પાયે સપ્લાય થઇ રહ્યા છે. આનું એક કારણ બન્યો છે આરામદાયક અને ઓછા સમયમાં લાંબુ અંતર કાપતો જામનગર - અમૃતસર ભારતમાલા એકસપ્રેસ-વે. એકસપ્રેસ વે પર નશાનું નેટવર્ક ઝડપથી ગતિ પકડી રહ્યું છે. ચેક પોસ્ટ અને સુરક્ષા ઉપાયના અભાવમાં તસ્કરો આ રસ્તે રાજસ્થાન અને ગુજરાતમાં નશો સપ્લાય કરી રહ્યા છે. આના કારણે આ એકસપ્રેસ-વે અત્યારથી જ સુરક્ષા એજન્સીઓ અને પોલીસ માટે પડકારરૂપ બની ગયો છે.
પંજાબમાં સ્મેક, એમડીની સાથે શરાબ તસ્કરીનું મોટું નેટવર્ક છે. બીજી બાજુ, નશાબંધીના કારણે ગુજરાતમાં દારૂની ડીમાન્ડ રહે છે. આ દારૂ ગેરકાયદે રીતે પંજાબથી ગુજરાત પહોંચે છે. આના માટે પંજાબથી લઇને જાલૌર - સાંચૌરના તસ્કરોની ગેંગ સક્રિય છે. એકસપ્રેસ-વેનું કામ અંતિમ તબક્કામાં છે. પોલીસની નિગરાણી બહુ છે નહીં આ સ્થિતિમાં આ એકસપ્રેસ વે નશા તસ્કરીમાં બહુ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
