<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ગુજરાતમાં બે દિવસ ઓરેન્‍જ એલર્ટઃ સુરેન્‍દ્રનગર-કચ્‍છમાં હીટવેવ

પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવન ફુંકાશે એટલે ગરમી ઘટશે, દરિયાઇ વિસ્‍તારોમાં ભેજવાળા ગરમ પવન ફુકાશે

અમદાવાદઃ રાજયમાં આગામી બે દિવસ ઓરેન્‍જ એલર્ટની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે.જયારે અન્‍ય બે જીલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

રાજયમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતનાં વિસ્‍તારમાં ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. તો બીજી તરફ સુરેન્‍દ્રનગર, કચ્‍છ સહિતનાં જીલ્લામાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.

રાજયના તાપમાનમાં કંઈક અંશે ઘટાડો થવા પામ્‍યો છે. ગત રોજ રાજયમાં હિંમતનગરમાં સૌથી વધુ ૪૫.૧, અમદાવાદમાં ૪૩.૨ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૩ ડિગ્રી, અમરેલીમાં ૪૩ ડિગ્રી, ડીસામાં ૪૨.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થશે તેમજ બે દિવસ બાદ રાજયમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ સુધી પહોંચે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે.

હાલ રાજયમાં પશ્ચિમ તેમજ ઉત્તર પશ્ચિમ તરફથી પવનો ફુંકાઈ રહ્યા છે. જેથી તાપમાનમાં મહદ અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્‍યારે આજે પણ તાપમાનનો પારો ગગડે તેવી શક્‍યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસ રાજયનાં ક્‍યાંય પણ વરસાદની શક્‍યતાઓ વ્‍યક્‍ત કરવામાં આવી નથી. તેમજ આગામી પાંચ દિવસ દરિયાકાંઠાનાં વિસ્‍તારોમાં ગરમ ભેજયુક્‍ત પવન ફૂંકાશે.

(4:07 PM IST)