તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 27th May 2024
રાજવીને કાંટામાં રહેલા હનુમાનજી સ્વપ્નમાં આવ્યા, શિવરાત્રીએ ૩૦૦ કિલો ઘી અને ૨૫ કિલો કપાસની દિવેટથી થાય છે દીવો
સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર આઠ નજીક આવેલા બેરણા ગામથી બે કિલોમીટરના અંતરે કંટાળેશ્વર હનુમાનજીનું મંદિર આવેલું છે

અમદાવાદ : હિંમતનગર દિલ્હી નેશનલ હાઇવે નંબર આઠ નજીક આવેલા બેરણાના કંટાળેશ્વર હનુમાનજીનું અનેરુ મહત્વ છે અહીં ૭૦૦ વર્ષ જુના હનુમાનજીના દર્શન માત્રથી મનમાં રાખેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. જેના પગલે મંદિરે ઙ્કતિ દિવસ ભાવિક ભકતોની ભીડ જામે છે અને ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્રથી ભકતજનો વિશેષ દર્શનાર્થે આવતા રહે છે.સાબરકાંઠામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર આઠ નજીક આવેલા બેરણા ગામથી બે કિલોમીટરના અંતરે કંટાળેશ્વર હનુમાનજીનું મંદિર આવેલું છે. કંટાળેશ્ચર હનુમાનજીના મંદિર નો ઇતિહાસ ૭૦૦ વર્ષ પૌરાણિક છે. હિંમતનગરના રાજવીને કાંટામાં રહેલા હનુમાનજીએ સ્વપ્નમાં આવી સ્વયંસિદ્ધ પ્રતિમાની વાત કરી હતી. સ્થાનિક મહંત દ્વારા કાંટામાં રહેલા હનુમાનજીને સિદ્ધ કરાતા કંટાળેશ્વર હનુમાનજી નામ પડ્યું.
કંટાળેશ્ચર હનુમાનજી મંદિરે આવનારા દરેક વ્યકિતની મનોકામનાઓ એકમાત્ર દર્શનથી પૂરી થતી આવી છે કહેવાય છે કે જેમને પણ વળગાડ હોય ભૂતપ્રેત સહિત કોઈ તકલીફ હોય તો દાદાના દર્શન માત્રથી દૂર થાય છે. હનુમાનદાદાની પ્રતિમાની બાજુમાં વાનર સ્વરૂપે વાલી, અંગત અને જાંબુવંતની પ્રતિમા સ્થાપિત છે.સાચી શ્રદ્ધા આસ્થાથી ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે એટલે વારે તહેવારે હનુમાન મંદિરે ભકતોની ભીડ ઉમટી પડે છે. શિવરાત્રીએ ખૂબ મોટો મેળો ભરાય છે જેમાં ૩૦૦ કિલો ઘી અને ૨૫ કિલો કપાસની દિવેટ બનાવાય છે. જે સતત ચાર દિવસ સુધી પ્રજ્વલિત રહે છે. આસપાસના વિસ્તાર અને સમગ્ર રાજ્યમાંથી ભાવિકો ભગવાન શિવના અને જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિર પરિસરમાં અન્નપૂર્ણા માતાજી, રાંધણ માતાજી, કાળભૈરવ દાદા, શનિ મહારાજનું મંદિર અને ગાયત્રીમાંની ૫૧ ફૂટ ઊંચી મૂર્તિ મંદિર પરિસરને શોભાવે છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
