News of Monday, 27th May 2024
૬ દિવસમાં ગુજરાતમાં ૧૨૦૦ થી વધુ લોકો બીમાર પડ્યા
આ ગરમીએ તો જીવ લઈ લીધો!:૧૦૦થી વધુને હીટસ્ટ્રોકની સારવાર લેવી પડી કાળઝાળ ગરમી વચ્ચે સખત તાવના સૌથી વધુ ૯૩૩ કેસ નોંધાયા

અમદાવાદ, તા.૨૭
પહેલીવાર એવું જોવા મળ્યું છે કે, ગુજરાતમાં ગરમીથી લોકોના મોત થઈ રહ્યાં છે. આ વર્ષે મોટાભાગના શહેરોમાં ૪૫ થી વધીને પારો જતા મોતના કેસ વધી રહ્યાં છે. સાથે જ આ ગરમી અનેકોને બીમાર પાડી રહી છે. લેટેસ્ટ માહિતી અનુસાર, ગુજરાતમાં ૬ દિવસની હીટવેવમાં માત્ર અમદાવાદ શહેરમાં ૧૨૦૦ થી વધુ લોકો ગરમીથી બીમાર પડ્યાં છે. તો ૧૦૦ થી વધુ લોકોને હીટસ્ટ્રોકથી સારવાર લેવી પડી છે. આ સાથે સખત તાવના સૌથી વધુ ૯૩૩ કેસ આવ્યા છે. આ ઉપરાંત ૮૮ થી વધુ લોકોને પેટમાં દુખાવો, ઝાડા ઉલટીની સમસ્યા થઈ છે.
વડોદરા શહેરમાં ગરમીનો પારો વધુ એક ડિગ્રી ઘટ્યો છે, પરંતુ હિટ સ્ટ્રોકનું જોખમ યથાવત છે. રવિવારે, વડોદરા કોર્પોરેશનના પ્યુન રાજેશ સોલંકીનું ગરમીના કારણે શંકાસ્પદ મોત નિપજ્યુ છે. તો બાજવાના ૨૬ વર્ષના જગદીશ પાવાને હિટ સ્ટોક લાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા. વાઘોડિયાના ફાર્મમાં ૨૨ વર્ષના સુનિતા ગૌર અચાનક બેભાન થઇ જતા સારવાર અર્થે ખસેડાયા છે. સયાજી હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક માટે બનાવેલ અલગ વોર્ડમાં હાલ ૧૮ દર્દી સારવાર હેઠળ છે.
ઈમરજન્સી સેવા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૯ થી ૨૫ મે અનુસાર, ગુજરાતમાંથી પેટમાં દુખાવાના ૧૦, પેટમાં દુખાવા સાથે ઝાડા ઉલટીના ૮૮, હીટ સ્ટ્રોકના ૧૦૪, સખત તાવના ૯૩૩, માથામાં સખત દુખાવાના ૩, મૂર્છિત થઈને ઢળી પડવાના ૪૮ જ્યારે, અન્ય સમસ્યાના ૧૬ કેસ નોંધાયા છે. હીટ સ્ટ્રોકના ૨૪ મેના રોજ સૌથી વધુ ૨૮ કેસ આવ્યા હતા.
દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ.
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
