News of Monday, 27th May 2024
રાજ્યમાં ૧૦૦ થી પણ વધુ ગેમઝોન બંધ કરવામાં આવ્યા
રાજ્યભરમાં તપાસનો ધમધમાટઃરાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝૉનમાં સઘન ચેકિંગ

રાજકોટ, તા.૨૭
રાજકોટમાં શનિવારે બનેલી ગેમ ઝૉન અગ્નિ કાંડની ઘટના બાદ હવે રાજ્ય સરકારે મોટી એક્શન લીધી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં લાગેલી આગમાં ૨૭ લોકો આગમાં ભડથૂ થઇ ગયા હતા. રાજકોટમાં શનિવારે બનેલી ગેમ ઝૉન અગ્નિ કાંડની ઘટના બાદ હવે રાજ્ય સરકારે મોટી એક્શન લીધી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં લાગેલી આગમાં ૨૭ લોકો આગમાં ભડથૂ થઇ ગયા હતા, અહીં કોઇપણ પ્રકારની સેફ્ટી કે ફાયર-એનઓસી ના હોવાની વાત સામે આવી હતી. જોકે, હવે આ મામલે સરકારે સમગ્ર ગુજરાતમાં તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.
આ તપાસ દરમિયાન હવે રાજ્યમાં ચાલતા ૧૦૦થી વધુ ગેમ ઝૉનને બંધ કરાયા છે. હાલમાં આ મૃત્યુકાંડ મામલે પોલીસની સીટ તપાસ કરી રહી છે અને આ મામલે વધુ અપડેટ સામે આવી શકે છે.
દુર્ઘટના બાદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિતના લોકો રાજકોટ પહોંચ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ઘટનાના પડઘા ગુજરાત બહાર પણ પહોંચ્યા છે. હવે આ મામલે રાજ્ય સરકારે એક્શન લીધી છે
મળતી માહિતી પ્રમાણે, રાજ્યભરમાં ચાલતા તમામ ગેમ ઝૉનમાં સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યુ છે, જેમાં નિયમોનું પાલન ના થતું હોય તેવા ૧૦૦થી વધુ ગેમ ઝૉનને બંધ કરાયા છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તપાસમાં ખુલ્યુ છે કે, રાજ્યભરમાં ૧૦૦થી વધુ ગેમ ઝૉન એવા છે જેની પાસે ફાયર ર્દ્ગંઝ્ર નથી. વડોદરાના તમામ ૧૦ ગેમ ઝૉન આ તપાસ દરમિયાન બંધ કરી દેવાયા છે. એમ્યૂઝમેન્ટ પાર્ક, ફન પાર્ક પણ બંધ કરાયા છે. કમાટીબાગમાં જૉય ટ્રેન, બમ્પી રાઈડ્સ અને બે કાફેને બંધ કરાયા છે.
તપાસમાં સામે આવ્યુ છે કે, ૩૦ ટકાથી વધુ ગેમ ઝૉન પાસે ફાયર એનઓસી જ નથી. કેટલાક ગેમ ઝૉન તો ૫ વર્ષથી મંજૂરી વિના ધમધમી રહ્યાં હતા. મોટાભાગના ગેમ ઝૉનમાં અગ્નિશામક ચીજવસ્તુઓનું પ્રમાણ વધુ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ દરવાજો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યુ છે. અમદાવાદમાં સરકારી ચોપડે ૨૫ ગેમ ઝૉન નોંધાયા છે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
