<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ઈલેક્ટ્રોનિક માર્કેટે અધધ ૫૦૦૦ કરોડનો મસમોટો બિઝનેસ કર્યો

ગુજરાતમાં ૧ કરોડ AC વેચાયાઃરાજયના કુલ એસી વેચાણમાં અમદાવાદનું બજાર નોંધપાત્ર ૬૦ ટકા હિસ્સો ધરાવે છે

અમદાવાદ,તા.૨૭

આગ ઓકતી ગરમી ઓછી થવાનું નામ નથી લઈ રહી, એવામાં આ ગરમી વેપારીઓ માટે આશીર્વાદ બનીને આવી છે. અમદાવાદ શહેરમાં ઈલેકટ્રોનિક્સ માર્કેટમાં અત્યાર સુધી ૨૧૦૦ કરોડનો મસમોટો બિઝનેસ થયો છે. શહેરમાં ૪૬ ડિગ્રી સેલ્સિલયસની આસપાસ તાપમાનની વધઘટ સાથે તીવ્ર ગરમી પડી રહી છે, ત્યા રે ઇલેક્ટ્રોુનિક માર્કેટમાં ગયા વર્ષની સરખામણીએ આ ઉનાળામાં ACના વેચાણમાં અભૂતપૂર્વ ૫૦ ટકાનો વધારો જોવા મળ્યો  છે. કન્યુ સર મર ઈલેક્ટ્રોાનિક્સભ રિટેલર્સના અંદાજ મુજબ આ કેલેન્ડમર વર્ષમાં સમગ્ર ગુજરાતમાં AC વેચાણમાંથી આશરે રૃ. ૫૦૦૦ કરોડની આવકની અપેક્ષા રાખે છે. રિટેલરોએ અત્યાર સેુધી ૧૦ લાખ યુનિટ AC વેચ્યુ છે, જે ગયા ઉનાળામાં ૫ લાખ યુનિટ હતા. અમદાવાદ ઈલેક્ટ્રો નિક્સર ડીલર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે, રાજયના કુલ એસી વેચાણમાં અમદાવાદનું બજાર નોંધપાત્ર ૬૦ ટકા હિસ્સોો ધરાવે છે. ત્યારે આ વર્ષે અંદાજે ૧ કરોડ ૫૦ લાખ જેટલાં એસી વેચાય તેવો અંદાજ છે. જેમાં અત્યાર સુધી ૧ કરોડને પાર એસીનું વેચાણ થઈ ગયું છે. આ અંગે ગ્રાહક હિરલના કહેવા પ્રમાણે, એસીની જરુરિયાત આ વર્ષે સખત ઉભી થઈ છે.

મારા નાની બિમાર રહે છે, એવામાં ગરમીના આ સમયમાં બિમાર ન થઈ જાય એ માટે અમારે એસી લેવું જ પડે તેવી સ્થિતી ઉભી થઈ છે. એસી ખરીદનારની પહેલી પસંદ ૩ સ્ટાર એસીઃ અમદાવાદમાં જ્યારે પણ માર્કેટમાં ગ્રાહક એસી ખરીદવા આવે ત્યારે દોઢ ટન અને ૩ સ્ટારની ખરીદી કરવાનો આગ્રહ રાખે છે જે અંદાજે ૩૦ હજારથી ૪૦ હજારમાં મળી જાય છે. આ અંગે અમદાવાદ ઈલેક્ટ્રોનિકસ એસોસિએશનના પ્રમુખ ભાવેશ વારિયાએ જણાવ્યું કે, આ વખતે સંજોગો એવાં ઉભા થયા છે કે એસીની માંગ સામે માર્કેટમાં એસી એવેલેબલ નથી. મોટા ભાગે ઈલેક્ટ્રોનિક્સ દુકાનોમાં હાલ એસી માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. જે બાદ ઈન્સ્ટોલેશન માટે પણ ૪ દિવસનું વેઈટિંગ બતાવે છે. ગુજરાતમાં કુલ વેચાણમાંથી ૮૦ ટકા AC સ્ટોજક અમદાવાદમાંથી મોકલવામાં આવે છે, જેમાં કુલ વેચાણના ૬૦ ટકા શહેરનો વપરાશ થાય છે. અમદાવાદમાં લગભગ ૪૫૦ ઈલેક્ટ્રો નિક દુકાનો છે જ્યાં હાલ સૌથી વધુ ૧.૫-ટનACની માંગ સૌથી વધુ છે. લોકો ૨-ટન અને ૧-ટન છઝ્રના માંગ પોતાની જરુરિયાત મુજબ કરે છે. આ વર્ષે એવું પણ થયું છે કે લોકોએ ઘરમાં સોલાર પેનલ લગાવી છે જેને કારણે લોકો હવે દરેક રુમમાં એસી લગાવતા થયા છે.

(9:16 PM IST)