News of Monday, 27th May 2024
વડોદરા, અંકલેશ્વર, આણંદ, દાહોદમાં ગેમઝોનને તાળાબંધી
વહીવટી તંત્રની કાર્યવાહીઃસરકારી તંત્ર દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને રવિવારે પણ તંત્ર સક્રિય બન્યું હતું

અમદાવાદ,તા.૨૭
રાજકોટ ખાતે ગેમઝોનમાં બનેલી ઘટનાના પગલે દાહોદ ખાતે પણ વહીવટી તંત્ર સફાળુ જાગ્યુ છે. વડોદરાના પોલો મેદાન પર આઇપીએલ ફનપાર્ક બંધ તંત્રએ બંધ કરાવ્યું છે. તો દાહોદ મામલતદાર દ્વારા શહેરના ગેમઝોનમાં તપાસ હાથ ધરી બે ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં બે સ્થળે ચાલતા નાના ગેમ ઝોન સંચાલકો તાળાબંધી કરવામાં આવી છે.
આણંદ ખાતે પણ વહીવટી તંત્ર સફાળુ જાગ્યુ છે. સરકારી તંત્ર દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આજે રવિવાર હોવા છતાં તંત્ર સક્રિય બન્યું હતું અને તાત્કાલિક અસરથી આણંદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા શહેરમાં ચાલતા ગેમ ઝોન ની તપાસ કરવામાં આવી હતી.ચીફ ફાયર ઓફિસર ધર્મેશભાઈ ગોર અને તેમની આણંદ ફાયર બ્રિગેડની ટીમ જોડાઈ હતી.
ભરૃચમાં ફાયર વિભાગ અને તંત્ર દ્વારા તપાસ શરુ કરી છે. ત્યાં અંકલેશ્વર માં રવિવારની રજા હોય એમ તંત્ર દ્વારા આ મુદ્દે તપાસ કરી છે કે કેમ તેવા સવાલ સામે આવી રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વર -વાલિયા રોડ પર ભડકોદ્રા ગામ પંચાયત ની હદ માં કાપોદ્રા પાટિયા પાસે એપલ પ્લાઝા ના ગેમ ઝોન ત્રીજા માળે આવેલ છે. જે ગેમ ઝોન માં જવા માટે એક માત્ર શટર આવેલ છે. અન્ય કોઈ માર્ગ જ નજરે પડ્યો ના હતો. તો રાજકોટ ઘટના બાદ ગેમ ઝોન બંધ હાલતમાં નજરે પડ્યું હતું. જે જોતા ખરેખર ગેમ ઝોન માં ફાયર સેફટી કે અન્ય કોઈ માર્ગ છે કે કેમ તે અંગે સવાલ ઉભા થયા છે. આજ સ્થિતિ અંકલેશ્વર શહેર માં આવેલ તુલસી સ્ક્વેર બીજા માળે આવેલ ગેમ ઝોનમાં જોવા મળી હતી. બને સ્થળ સવાર થી જ તાળાં લટકતા જોવા મળ્યા હતા. ત્યારે ગેમ ઝોન સંચાલકો જાતે જ કેમ બંધ કર્યું તે ચર્ચા નો વિષય બન્યો છે. બંને સ્થળે શરુ થયેલ ગેમ ઝોન ની મજૂરી લીધી છે. કે કેમ અને જો લીધી ના હોય તો તંત્ર દ્વારા તપાસ કેમ કરવામાં આવી નથી. તે સવાલ ની શોધ કરતા પાલિકા ના ફાયર વિભાગ ના ઇન્ચાર્જ અરૃણ ઓઝા ને પૂછવામાં આવતા આ બાબતે તપાસ કરાઈ રહી છે. અને હાલ તુલસી સ્ક્વેર ખાતે નું ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
ફાયર વિભાગ, અંકલેશ્વર મામલતદાર કચેરીના અધિકારીઓ, પાલિકા કર્મચારીઓ દ્વારા આ ઉપરાંત એપલ પ્લાઝા ખાતે પણ તપાસ કરી હતી. બંને સ્થળે ફાયર સેફ્ટીનો અભાવ અને સિંગલ એન્ટ્રી-એક્ઝિટ હતી. તેમ મામલતદાર કચેરી ની તપાસ ટીમે જણાવ્યું હતું. વધુમાં ફાયર ટીમને સેફટી બાબતે બંને ગેમ ઝોન સામે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.
દાહોદ શહેરમાં આવેલ છાબ તળાવ અને ગોદી રોડ વિસ્તાર ખાતે આવેલ લેવલ અપ એમ બે ગેમ ઝોન તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બંને ગેમ ઝોનમાં ફાયર સેફટીની સુવિધા છે કે નથી ?, એનઓસી છે કે નથી ? વિકેરે જેવી સેફટીઓ તેમજ સુવિધાને ધ્યાનમાં લઇ આ બંને ગેમ ઝોન તરફ દાહોદ મામલતદારની ટીમએ પોલીસને સાથે રાખી બંને ગેમ ઝોનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ બંને ગેમ ઝોનમાં ફાયર સેફટી સહિત મહત્વની સુવિધાઓનો અભાવ જોવા મળતા દાહોદ મામલતદારની ટીમ દ્વારા જાહેર જનતાની સુખાકારી માટે બંને ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યા હતા.
દાહોદના છાબ તળાવ વિસ્તાર ખાતે આવેલ ગેમ માત્ર બે ઇન્ટરબીટર સિલિન્ડર મળ્યા તેમજ અવરજવર માટે માત્ર એક જ ગેટ હતો. ત્યારે મોદી રોડ ખાતે આવેલ લેવલ અપ ગેમ ઝોનમાં ફાયર સેફટી અને એનઓસી સહિતનો અભાવ જોવા મળ્યો હતો.
આ બંને ગેમ ઝોનના માલિકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ બંને ગેમ ઝોનને સીલ કરવાની કામગીરી સાથે દાહોદ શહેરમાં આવેલ અન્ય વેપાર, ધંધાઓ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
