News of Monday, 27th May 2024
વાપી રેલવે સ્ટેશન પર ૩ યાત્રીઓના ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યા
વધુ એક દુઃખદ ઘટના સામે આવીઃપ્લેટફોર્મ નંબર ૨ પર ટ્રેક ક્રોસ કરતી વખતે તીરીવેલી ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા મોત થયા હોવાનું સામે આવ્યું છે

વલસાડ,તા.૨૭
ગુજરાતમાંથી એક બાદ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે.
વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પર ૩ યાત્રીઓના ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યા છે. પ્લેટફોર્મ નંબર ૨ પર ટ્રેક ક્રોસ કરતી વખતે તીરીવેલી ઈન્દોર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા મોત થયા હોવાનું સામે આવ્યું છે. રેલવે સ્ટેશનમાં જ ત્રણ યાત્રીઓના મોતને ભેટ્યા છે. ઝાંસી કી રાની ટ્રેનમાંથી સામાન ઉતારી રહી હતી, તે દરમિયાન બંને પ્લેટફોર્મ નંબર ૧ ઉપરથી પસાર થતી ટ્રેન સાથે અથડાઈ ગયા. જેના કારણે ત્રણના મોત થયા છે. ઘટનાની માહિતી મળતા જ રેલવે વિભાગ અને મૃતકના પરિવારજનો રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા.
પરિવારના સભ્યો વાપી રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી સામાન ઉતારીને પ્લેટફોર્મ નંબર ૧ પર લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન તે અકસ્માતનો શિકાર બન્યો હતો.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
