<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

અગ્નિકાંડના પડઘા... કોણે કોણે મલાઇ ખાધી ? ટોચના અધિકારીઓની ટીમ રાજકોટમાં: ACB વડા શમશેરસિંઘના આદેશથી તપાસ શરૂ

રાજકોટના  ભયાનક અગ્નિકાંડના મોટો વહીવટ થયાની ગાંધીનગર સુધી પહોંચેલ ફરિયાદ સંદર્ભે એસીબીના એડિશનલ ડાયરેકટર બિપીન આહિરે સહિત ટોચના અધિકારીઓની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા છે, અને પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના વિભાગોનીા અધિકારીઓનીમિલ્કતોની માહિતી અત્યંત ગુપ્ત રાહે એકઠી થઇ રહયાની માહિતી આધારભૂત સુત્રોમાંથી મળી રહી છે એસીબી વડા શેમશેરસિંઘ દ્વારા ઘટના બની એ દિવસથી પ્રાથમિક માહિતી રાજકોટનાં વિવિધ સુત્રો દ્વારા મેળવાઇ રહી છ.

(4:17 PM IST)