News of Wednesday, 29th May 2024
રથયાત્રા સંદર્ભે અમદાવાદમાં હોટલો, ગેસ્ટહાઉસમાં આવનાર લોકોની ફરજીયાત એન્ટ્રી કરાવવી પડશે

અમદાવાદઃ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાછે. તેવામાં પોલીસ તંત્ર દ્વારા ચારે બાજુ કડક સુરક્ષા બંદોબસ્ત અને ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યુ છે. અને રથયાત્રાના દિવસે અમદાવાદમાં દરેક હોટલો, કે ગેસ્ટ હાઉસોને જણાવામાં આવ્યુ છે. કે તમારા ત્યાં કોઈ પણ પ્રકારનો વ્યકિત રૂમ રાખે તેનો એન્ટ્રી ફરજીયાત કરવાની રહેશે.
અમદાવાદના દરેક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, દરેક શહેરમાં કોઈ અજુકતુ ન બને તે માટે હોટલોના માલિકોને કહેવામાં આવ્યુ છે. કે જે તમારા હોટલોમાં જે રોકાય તો તેની કાયદેસરની એન્ટ્રી કરવાની રહેશે. અને તેના ડોકયુમેન્ટ પણ ખરાઈ કરવાની રહેશે. જો આવુ હોટલો કે ગેસ્ટ હાઉસ એન્ટ્રી નહી કરે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. અને શહેરમાં કોઈ પણ પ્રકારનો અસામાજીક બનાવ ન બને તે માટે પોલીસ ૨૪ કલાક ખડેપગે ઉભી રહેશે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
