News of Wednesday, 29th May 2024
ગાંધીનગરમાં સરકારી નોકરી અપાવી દેવાના બહાને ૬૦ લાખ રૂપિયાની છેતરપીંડી
ઓર્ડર પોસ્ટથી મળી જશે, છેતરાયાનું માલુમ પડતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર તા. ૨૯ : અમુક લોકો સરકારી નોકરી આપવાના બહાને લોકોને છેતરતા હોય છે. અને લાખો રૂપિયા પડાવતા હોય છે. બસ આવો બનાવ ગાંધીનગરમાં બન્યો હતો. એક ખાનગી ચેનલના પત્રકાર રીપોર્ટીગ કરે છે. તેવામાં એક વ્યકિત તેમને ઓળખાણ થઈ હતી. જેને કહ્યુ હતુ કે સરકારમાં તેની ઓળખાણ છે. જેને સરકારી નોકરી મેળવી હોય તેને ૨૦ લાખ રૂપિયામાં સરકારી નોકરી મળી જશે. તેવી વાત કરી હતી.
હરેશભાઈ ભીખાભાઈ ટાંક રહે અમરેલી ખાનગી ચેનલમાં પત્રકારનું કામ કરે છે. તેમના અમરેલીમાં રહે મિત્ર દ્વારા રણજિતસિંહે તેમને ૨૦૨૩માં જૂના સચિવાલયમાં વિનોદભાઈ મંગળદાસ પટેલ જોડે ઓળખાણ કરવામાં આવી હતી. વિનોદભાઈ દાહોદમાં નિવૃત્ત શિક્ષક છે. અને મીડિયામાં કામ કરે છે. ત્યાર બાદ વિનોદભાઈએ ખાનગી પેપરના ઉદ્યોગ નિગમ એકમમાં ગ્રાન્ટ ઈન એઈડ નિગમ સેવા વર્ગ ૩ અને વર્ગ – ૪ની કુલ ૭૫ જગ્યા બતાવી હતી.
તેથી વિનોદભાઈએ કહ્યુ હતુ કે જો તમારી આ પરીક્ષામાં પાસ થવુ હોય અને નોકરી મેળવી હોય તો ૨૦ લાખ રૂપિયા આપવા પડશે. અને તમારા કોઈ સગાસબંધી હોય તો કેજો તેવી વાત કરી હતી. તેના ઉપર વિશ્વાસ કરી ને પતિ પત્ની પોતાના એકના એક દિકરા માટે ૨૦ લાખ રૂપિયાનો બંદોબસ્ત કર્યો હોય. અને તેવામાં બીજા બે ત્રણ જણાએ પણ ૨૦ – ૨૦ લાખ રૂપિયા આપ્યા હતા. અને ઓનલાઈન ફોર્મ ભરાયુ હતુ.
જયારે પરીક્ષા પુરી થઈ ત્યારે જૂના સચિવાલયમાં બોલાવ્યા હતા. અને એક ગાડી જેનો નંબર છે. જીજે ૨૦ એએચ ૨૩૦૭ ગાડીમાં પહેલાથી જ વિનોદભાઈ બેઠા હતા. અને એક અન્ય વ્યકિત હતુ. જે આઈએએસ ગુપ્તાની હોવાની વાત કરી હતી. અને કહ્યુ હતુ. કે પરીક્ષાનું પરિણામ હવે થોડા દિવસ બાકી છે. જેથી પૈસાનું બંદોબસ્ત કરવાની વાત કરી હતી.
જયારે ૨૦૨૩માંનોકરીમાં ઓર્ડર લેવા બોલાવ્યા હતા અને ઓર્ડર બતાવીની બાકીનું પેમેન્ટ માંગ્યુ હતુ. તે સમયે ૩૦ લાખ રૂપિયા માંગ્યા હતા. અને રૂપિયા આપ્યા પછી. ઓર્ડર તમારા પોસ્ટ મારફતે આવી જશે. પણ આવુ ન થતા પોતે છેતરાયા હોય તેવુ લાગતા તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
