News of Wednesday, 29th May 2024
AMCના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાયર સેફટીનો અભાવ
રિયાલિટી ચેકમાં થયો ખુલાસોઃફાયર પંપ તો દૂરની વાત છે, પરંતુ અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર એકસ્ટીગ્યુશર પણ દેખાયા નહોતા

અમદાવાદ,તા.૨૯
અમદાવાદ શહેરમાં સરકારી નીતિ નિયમોનું પાલન કરાવવાની જેમની જવાબદારી છે, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ ફાયર સુવિધાનો અભાવ જોવા મળ્યો છે.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં ૨૮ માનવ જિંદગી હોમાઈ ગયા બાદ, સરકારને એકાએક યાદ આવ્યું કે કાગળ પરના નીતિ નિયમોનો અમલ થાય છે કે નહી તે ચકાસવા માટે દરેક જિલ્લા કલેકટર, મહાનગરપાલિકાના કમિશનર, પોલીસ અધિકારીઓ સહિત પાલનકર્તા એજન્સીને તપાસ કરવાના આદેશ આપ્યા હતા.
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે, ત્યાં કરાયેલા રિયાલિટી ચેકમાં અનેક ખામી સામે આવી હતી. ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. ફાયર પંપ તો દૂરની વાત છે, પરંતુ અર્બન હેલ્થ સેન્ટરમાં ફાયર એકસ્ટીગ્યુશર પણ દેખાયા નહોતા.
અર્બન હેલ્થ સેન્ટરમાં મહત્તમ લાકડાથી બનેલ સ્ટ્રકચર જોવા મળ્યું હતું. બાંધકામમાં લાકડા અને પ્લાસ્ટિક મટીરીયલ સહિત અનેક કાગળના દસ્તાવેજો મળ્યા. જે મોટા ભાગે આગ લાગે તો ઝડપથી પ્રસરે તેવી વસ્તુઓ જોવા મળી હતી.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
