News of Wednesday, 29th May 2024
પુંસરી ગામ નજીક રાંધણ ગેસના સિલિન્ડર ભરેલ ટ્રકમાં આગ લાગી
સિલિન્ડર ભરેલ ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈઃટ્રક અમદાવાદ તરફથી મોડાસા ગેસ એજન્સીના ગોડાઉન તરફ જઈ રહી હતી. એ દરમિયાન આગની ઘટના સર્જાઈ હતી

પુંસરી,તા.૨૯
પુંસરી ગામ નજીક રાંધણ ગેસના સિલિન્ડર ભરેલ ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર ભરેલા હતા અને એકા એક જ રાત્રીના દરમિયાન પુસંરી ગામ નજીકથી પસાર થવા દરમિયાન ટ્રકમાં આગ પ્રસરી હતી. જેને લઈ ટ્રકના ચાલકે સૂઝબૂઝ વાપરી વાહન રોકીને પોતે અને ક્લીનર ઉતરી જવા પામ્યા હતા. રાંધણ ગેસના બાટલા હોવાને લઈ સ્થાનિકોમાં એક સમયે ચિંતાનો માહોલ સર્જાઈ ગયો હતો.
સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામ નજીક રાંધણ ગેસના સિલિન્ડર ભરેલ ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર ભરેલા હતા અને એકા એક જ રાત્રીના દરમિયાન પુસંરી ગામ નજીકથી પસાર થવા દરમિયાન ટ્રકમાં આગ પ્રસરી હતી. જેને લઈ ટ્રકના ચાલકે સૂઝબૂઝ વાપરી વાહન રોકીને પોતે અને ક્લીનર ઉતરી જવા પામ્યા હતા. ચાલકે સ્થાનિકો અને ફાયરની મદદ માટે પ્રયાસ કર્યો હતો.આગની ઘટનાને પગલે મોડાસા ફાયર ટીમ સ્થળ પર દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે થોડીક જ વારમાં આગની જ્વાળાઓએ ટ્રકને સંપૂર્ણ પણે રાખ બનાવી દીધો હતો. જોકે રાંધણ ગેસના બાટલા હોવાને લઈ સ્થાનિકોમાં એક સમયે ચિંતાનો માહોલ સર્જાઈ ગયો હતો. ટ્રક અમદાવાદ તરફથી મોડાસા ગેસ એજન્સીના ગોડાઉન તરફ જઈ રહી હતી. એ દરમિયાન આગની ઘટના સર્જાઈ હતી.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
