News of Thursday, 30th May 2024
ક્રિકેટના કૌશલ્યની સાથે તેનું જ્ઞાન પણ જરૃરીઃ નરહરિ અમીન
સ્પોર્ટસ જર્નાલીસ્ટ એશો. દ્વારા હીરામણિ સંકુલમાં સ્પોર્ટસ કવીઝ

અમદાવાદમાં સ્પોર્ટસ જર્નાલીસ્ટ એશો. ઓફ ગુજરાત આયોજીત કવીઝ પ્રસંગે રાજ્યસભાના સભ્ય શ્રી નરહરિ અમીન અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ,તા. ૩૦: અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટૂંક સમયમાં ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાત (SJAG)ના ઉપક્રમે બુધવારે હીરામણિ સ્કૂલના નટરાજ હોલમાં એક સ્પોર્ટ્સ કિવઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ટી૨૦ વર્લ્ડ કપના વિષય પર યોજાયેલી આ કિવઝમાં અમદાવાદની વિવિધ ક્રિકેટ એકેડમીના તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં હીરામણિ સ્કૂલની ક્રિકેટ એકેડમીની ટીમ ચેમ્પિયન બની હતી. આ કિવઝમાં અમદાવાદની પાંચ એકેડમીની ટીમના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં સવિતા સ્પોર્ટ્સ એકેડમી બીજા ક્રમે રહીને રનર્સ અપ બની હતી તો સ્પોર્ટ્સ પ્રમોટર્સ ચેરિટેબલ ટ્રસ્ટ (એસપીસીટી)ની ટીમ ત્રીજા ક્રમે રહી હતી.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ (ગુજરાત) અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ નરહરિ અમીને વિજેતાઓને પુરસ્કાર એનાયત કરી જણાવ્યું હતું કે માત્ર મેદાન પર રમીને જ નહીં પરંતુ આ પ્રકારની કિવઝ કે સંવાદ કાર્યક્રમ થકી પણ કોઈ યુવાન આગળ જતાં ઉમદા ક્રિકેટર બની શકે છે. આ પ્રકારના કાર્યક્રમથી તેમનું વ્યકિતત્વ ખીલી ઉઠે છે અને આજના જમાનામાં ક્રિકેટની સ્કીલ ઉપરાંત તેમનામાં ક્રિકેટની સમજ અને જ્ઞાન પણ તેમને આગળ જતાં તેમના ક્ષેત્રમાં લીડર બનાવી શકે છે.
ગુજરાતના ક્રિકેટના ઇતિહાસના સૌથી સફળ બેટ્સમેન પૈકીના એક પ્રિયાંક પંચાલ અને વર્તમાન રણજી ટ્રોફી ટીમના કેપ્ટન ચિંતન ગજાએ હાજરી આપીને ઉપસ્થિત યુવાન અને ઉભરતા ક્રિકેટરોને બિરદાવ્યા હતા.
નરહરિ અમીને હીરામણિ સ્કૂલ અને જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ તરીકે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઘણી મદદ કરી હતી. ગેટ એ બેટના નમન ઢિંગરા અને તેમના ભાગીદાર નમન શાહ, એસ ટેનિસ એકેડમીના પ્રમેશ મોદી સ્પોન્સર્સ રહ્યા હતા અને તેમણે આર્થિક રીતે મદદ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. પત્રકાર સુનીલ વૈદ્યએ કિવઝનું સંચાલન કર્યું હતું અને અશોક મિસ્ત્રીએ કાર્યક્રમનું સંચાલન આયોજન સમિતિના સદસ્યો રિપલ ક્રિસ્ટી, નરેન્દ્ર પંચોલી અને અલી અસગરે સફળ આયોજન કર્યું હતું.
સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશન ઓફ ગુજરાતના હોદ્દેદારો આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું જેમાં પેટ્રન હિતેષ પટેલ (પોચી),પ્રમુખ તુષ।ર ત્રિવેદી, ઉપપ્રમુખ રિપલ ક્રિસ્ટી, સેક્રેટરી નરેન્દ્ર પંચોલી, ભાવેનભાઈ કચ્છી, કારોબારીના સભ્યો અલી અસગર, સાબુ ચેરિયન, શૈલેષ નાયક, રામકૃષ્ણ પંડિત, ચિંતન રામી, જિજ્ઞેશ વોરા, રાકેશ ગાંધી, મહેબૂબ કુરેશીનો સમાવેશ થાય છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
