<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ઉનામાં એક લાખની લાંચ લેવા માટે વચેટિયો રાખનાર પીએસઆઇ ફરાર

આણંદની એન્‍ટી કરપ્‍શન બ્‍યુરો ટીમે છટકું ગોઠવતા ‘વચેટીયો' ઝડપાઇ ગયેલ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૩૦ :.. આણંદની એન્‍ટી કરપ્‍શન બ્‍યુરો ટીમે છટકું ગોઠવીને દારૂના ગુન્‍હામાં એક લાખ રોકડાની લાંચ લેનાર પીએસઆઇ એચ. કે. વરૂના વચેટીયા વિજય છગનભાઇ જેઠવાને પકડી લીધો હતો. વચેટીયા વિજય છગનભાઇએ એસીબી સમક્ષ કબૂલાત આપી હતી કે આ લાંચ પીએસઆઇ એચ. કે. વરૂના કહેવાથી લીધી હતી. પીએસઆઇ એચ. કે. વરૂ, હાલ ફરાર થઇ ગયેલ છે. ફોન સ્‍વીચ ઓફ આવે છે.

આણંદની એન્‍ટી કરપ્‍સન બ્‍યુરો ટીમ ના પી.આઇ.એમ.એલ.રાજપૂત અને તેની ટીમે છટકું ગોઠવી વિજય છગન ભાઈ જેઠવા ઉફેઁ ફાડીયો રે. ઊના વાળા ને ફરિયાદી પાસે થી રોકડા રૂપિયા એક લાખ લેતા ઝડપી પાડયો હતો. અને તેની  આગવી પૂછ પરછ કરતા  કરતા તેમણે અધિકારી સામે કબૂલાત આપેલ કે ઊના પોલીસ સ્‍ટેશનમા ફરજ બજાવતા પી.એસ.આઇ. એચ.કે. વરુ ના કહેવાથી આ રૂપિયા લીધા હતા. વધુ વિગત આપતા અધિકારી એ જણાવેલ કે બે માસ અગાઉ ઊના પોલીસે વિદેશ દારૂ નો જથ્‍થો પકડેલ હતો તપાસ પી.એસ.આઇ. એચ.કે. વરું પાસે હતી જેમાં ફરિયાદી ના મિત્ર ને પકડેલ અને માર ન મારવા ના અને   અન્‍ય નામ ન ખોલવા ના દીવ ના બાર સંચાલક પાસે રૂપિયા પાચ લાખ ની માગણી કરેલ હતી . અંત માં રકઝક કરી રૂપિયા એક લાખ આપવાનુ નક્કી કરેલ હતું જે રકમ ફરિયાદી દીવ વાળા ને ના આપવી હોય તેથી તેમણે લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરો ઓફીસ ફરિયાદ કરી હતી અને એ. સી.બી. નિયામક અમદાવાદ ના કે.બી. ચુડાસમા ના સુપર વિઝન હેઠળ આણંદ ની એન્‍ટી કરપ્‍સન બ્‍યુરો ના પી. આઇ.એમ. એલ. રાજપૂત અને તેની ટીમે ફરિયાદી અને પંચો સાથે રેડ કરી હતી.

પકડાયેલ વચેટિયાઓ વિજય છગન ભાઈ જેઠવા ને પકડી તેનો મોબાઈલ ફોન કબજે કરી કોલ ડિટેલ કાઢવા ને કાર્યવાહી હાથ ધરી છે તેમજ પી.એસ.આઇ. વરુ ને ફોન કરતાં ફોન સ્‍વીચ ઓફ આવે છે પી.એસ. આઇ. ભૂગર્ભ માં ઉતરી ગયા છે.

(12:21 PM IST)