News of Thursday, 30th May 2024
ગુજરાત રાજ્યમાં ફાયર સેફટી મામલે તંત્રનું કડક વલણ, સેંકડો દુકાનો સીલ : સુરત, અમદાવાદ, રાજકોટ અને બોટાદ સહિતના શહેરોમાં કડક તપાસ અને કાર્યવાહી જુઓ વિડીયો
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ ફાયર સેફટી મામલે તંત્રનું કડક વલણ

સુરત તા.૩૦ :રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ ફાયર સેફટી મામલે તંત્રનું કડક વલણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને બોટાદ સહિતના શહેરોમાં કડક તપાસ અને કાર્યવાહી શરૂ કરાઈ છે.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની દુર્ઘટના બાદ ફાયર સેફટી મામલે તંત્રનું કડક વલણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, રાજકોટ અને બોટાદ સહિતના શહેરોમાં કડક તપાસ અને કાર્યવાહી શરૂ કરાઈ છે.
સુરતમાં સતત બીજા દિવસે સીલ કરવાની કાર્યવાહી યથાવત રહી હતી. ટેક્સટાઈલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની 411 દુકાનો સીલ કરાઈ હતી. આ ઉપરાંત શ્રી ૐ ટેક્સટાઈલ માર્કેટની 111, હિરપનનાની 75 દુકાનો સીલ કરી તાળા લટકાવી દેવાયા છે.
વરાછા ઝોન બીમાં ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની 57 દુકાનો સીલ કરી દેવાઈ છે. કતારગામ અને બેગમપુરામાં એક-એક જીમ સામે કાર્યવાહી કરાઈ છે તો રાંદેરમાં ચાર ટ્યુશન ક્લાસીસ સહિત કુલ 50 જેટલી દુકાનો સીલ થઇ છે. ફાયર સેફ્ટીના અપૂરતા સાધાનોને લઈ આ કાર્યવાહી કરાઈ છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
