<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એકટીવીટી જોવા મળશે : હવામાન ખાતુ

અમદાવાદ તા. ૩૦ : રાજ્યમાં હાલ ગરમીથી થોડી રાહત મળી છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેવાના આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, આગામી ૩ દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની આગાહી છે. આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે.

ગુજરાતભરમાં આકરી ગરમી પડી રહી છે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે જેથી આ ગરમીમાંથી છૂટકારો મળે ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલે મોટી આગાહી કરી છે જેમા જણાવ્યું છે કે ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૪ જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આવી જશે તેમના જણાવ્યા મુજબ આંધી-વંટોળ સાથે પ્રી-મોનસૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે.

વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ઉપરાંત જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે પ્રી-મોનસૂનની એકિટવિટી જોવા મળશે.

ભારતના હવામાન વિભાગે આ વખતે ખેડૂતો ને સારા સમાચાર આપ્યા છે તેઓના કહેવા મુજબ આ વર્ષે ચોમાસું ૩૧ મેના રોજ કેરળમાં આવી શકે છે આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે સામાન્ય રીતે ૧ જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે

(1:36 PM IST)