<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

આંતકવાદી હોય કે ખૂંખાર અપરાધી અમારા અદ્ભૂત કેમેરામાં કેદ થઇ જશે : અજય ચૌધરી

એક જ દિવસમાં આ અદ્ભૂત કેમેરા ૧૦ હજાર ચહેરા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી પોલીસ કંટ્રોલરૂમમાં અન્ય મહત્વના પુરાવા માટે ઉભા થયેલ તળાવમાં તળીયે... પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શનમાં સંગ્રહ કરાયો છે સામાન્ય માનવી હોય કે શકમંદ કે પછી કોઇ શકમંદ વાહન, વિદેશથી લોકસુરક્ષા માટે આયાત થયેલ કેમેરા કોઇની શેહશરમ વગર ભીડમાંથી ઓળખી કાઢવા સક્ષમ છે : અકિલા સાથે એકસકલુઝીવ પ્રોજેકટની વિગતો અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશનર વર્ણવે છે વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલય દિલ્હી દ્વારા જે પ્રોજેકટ પર બાજ નજર રાખવામાં આવે છે, તેની સુદ્રઢ વ્યવસ્થા માટે ચીફ સેક્રેટરી, એડિશનલ ચીફ સેક્રેટરી હોમ વિગેરે મહત્વની જવાબદારી નિભાવે છે

રાજકોટ તા. ૩૦ :  આતંકવાદીઓની નજર ગુજરાત પર સ્થિર થયેલ હોવાની બે ઘટના ગવાહી આપી રહી છે, સુરતમાં મૌલવીની ધરપકડ અને તેમાં પાકિસ્તાની કનેકશન અને અમદાવાદમાં શાળાઓ ફૂંકી મારવાની ઘટનાઓ પાછળ ઇ-મેલ પાકિસ્તાનથી થયા બાદ અમદાવાદની આગામી ઐતિહાસિક રથયાત્રા દરમિયાન ઉગ્રવાદી તત્વો અમદાવાદમાં અગાઉથી જ કોઈ મકાન, ગોડાઉન મારફત કે ઘરઘાટી બની ઘૂસે તે માટે સાવચેતીના પગલાંઓ સાથે વડાપ્રધાન કાર્યાલય અને કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યાલય દ્વારા જે પ્રોજેકટનું મોનીટરીંગ થાય છે તેવા ભીડમાં છુપાયેલા ૧૦ હજાર ચહેરા એક જ દિવસમાં પાવરફુલ સીસીટીવી કેમેરામાં કેદ થાય અને આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં આવા ડિજિટલ ટાળવામાં ડેટા સંગ્રહ થાય તે પ્રકારનું અદભુત આયોજનનું રથયાત્રા અંતર્ગત અમદાવાદથી પ્રારંભ થયો હોવાનું રથયાત્રા બંદોબસ્ત સ્કિમ યોગાનુયોગ જે વિભાગ દ્વારા ત્યાર થાય છે તે વિભાગના વડા એવા એડિશનલ ડીજીપી લેવલનાં  સ્પેશયલ પોલીસ કમિશનર અજય ચૌધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.   

ચીફ સેક્રેટરી, એડિશનલ ચીફ સેક્રેટરી હોમ, મ્યુનિ. કમિશનર જે પ્રોજેકટ સાથે સંકળાયેલા છે તેવા નિર્ભયા પ્રોજેકટનાં નોડલ ઓફિસર તરીકે પણ કાર્યરત એવા અજય ચૌધરીએ વિશેષમાં જણાવેલ કે. અમારા પોલીસ કમિશનર શ્રી. જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના સીધા માર્ગદર્શન હેઠળ શહેરનાં મહત્વના ભીડભાડવાળા રસ્તા ખાસ સર્વે દ્વારા અમારી ટીમ દ્વારા અન્ય વિભાગોની મદદથી વિશેષ સર્વ દ્વારા શોધી કાઢી તેવા સ્થળ પર ૨૦૦ જેટલા કેમેરા ફીટ કરવામાં આવી રહ્યા છે, આતંકવાદીઓ સાથે સામાન્ય સિનિયર સિટીઝન કે બીજા લોકો કોઈ સંજોગોમાં લાપત્તા બન્યા હોય કે કોઈ બાળકો ગુમ થયા હોય તો પણ અમારા ડિજિટલ તળાવમાં ડૂબકી મારી અમારા તજજ્ઞો આવા લોકોને શોધવામાં ખૂબ ઉપયોગી બનશે, કોઈ અપરાધીઓ, અપરાધમાં વપરાયેલ વાહન વાહન પણ પોલીસ શોધી કાઢશે.   

ફેસ કેદ કરતા ડેટા સંગ્રહને તળાવ શા માટે કહેવામાં આવે છે? લોકોના મનમાં આવો સવાલ થાય તે સ્વાભાવિક હોય અકિલા દ્વારા એડિશનલ ડીજી લેવલનાં આ સિનિયર આઇપીએસને થતાં તેમણે જણાવેલ કે સોશ્યલ મીડિયા ઉપરની શકમંદ હિલચાલ AIની મદદથી ઉપાડી બધા ડેટા એક મોટા તળાવમાં સંગ્રહ થાય છે, એટલે તળાવ કહેવાય છે, આ ફોરેન સિસ્ટમ છે, પ્રોજેકટ ખૂબ મોટી રકમનો છે, પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોનો સુરક્ષાથી કોઈ મોટી વસ્તુ ન હોવાની નીતિમાં વિશ્વાસ ધરાવતી હોવાથી આ મોટી રકમના પ્રોજેકટ લાવી છે, યોગ્ય અમલ થાય તે માટે દિલ્હીથી ગાંધીનગર સુધી સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે, આ પ્રોજેકટનું ટેસ્ટીંગ કરતાં કેટલાક લાપતા વડીલ મળી આવ્યા છે, જેથી પોલીસ કમિશનરનાં માર્ગદર્શન હેઠળ અમારી ટીમને જહેમત સફળ થતી લાગી છે.

(1:38 PM IST)