News of Thursday, 30th May 2024
રિક્ષા-વાનમાં વધુ બાળકો બેસાડાય તો RTO અને પોલીસને જાણ કરવા વાલીઓને સૂચના : શિક્ષણ વિભાગનો પરિપત્ર
અમદાવાદ શહેર DEO કચેરી દ્વારા અત્યાર સુધીમાં 300 સ્કૂલ અને ગ્રામ્ય કચેરી દ્વારા 70 સ્કુલમાં ફાયર સેફ્ટી અંગે તપાસ

રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને કમિશનર ઓફ શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લાના DEOને સૂચના આપવામાં આવી છે કે, સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરી 11મી જૂન સુધીમાં રિપોર્ટ મોકલી આપવાનો રહેશે. આ સિવાય સંચાલકો અને વાલીઓને સૂચના આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે રિક્ષા-વાનમાં વધુ બાળકો બેસાડાય તો RTO તેમજ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવી.
અમદાવાદ શહેર DEO કચેરી દ્વારા અત્યાર સુધીમાં 300 સ્કૂલ અને ગ્રામ્ય કચેરી દ્વારા 70 સ્કુલમાં ફાયર સેફ્ટી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન એક સ્કૂલમાં શેડ નીચે બાળકોને ભણાવાતા હોવાનું જ્યારે બે પાસે NOC ના હોવાથી નોટિસ ઈશ્યૂ કરાઈ છે
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
