News of Thursday, 30th May 2024
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં કેન્સર હોસ્પિટલના પાંચમાં માળે આગ લાગી: અફરાતફરીનો માહોલ
આગ લાગતાની સાથે જ દર્દીઓને તાત્કાલિક બહાર ખસેડવામાં આવ્યા: ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદમાં આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં કેન્સર હોસ્પિટલના પાંચમાં માળે આગ લાગી હતી. આગ લાગતાની સાથે અફરા તફરી મચી ગઈ હતી. આગની જાણ થતા જ નજીકના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યુ હતુ. અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
હજુ તો રાજકોટ અગ્નિકાંડને અઠવાડિયું પણ નથી થયુ તેવામાં ગુજરાતમાં એશિયાની સૌથી મોટી ગણાતી હોસ્પિટલ એટલે કે અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ આ હોસ્પિટલમાં દેશના ખૂણે ખૂણેથી લોકો ઈલાજ માટે આવતા હોય છે. અને તે હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં લોકો હોય છે. તેવામાં આજે વહેલી સવારે સવિલિ હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો હતો.
આજે સિવિલ હોસ્પિટલ અસારવામાં અજે અચાનક પાંચમાં માળે જે કેન્સર વિભાગ છે. ત્યા અચાનક આગનો બનાવ બન્યો હતો. તે આગ લાગતાની સાથે જ ત્યા રહેલા દર્દીઓને તાત્કાલિક બહાર ખસેડવામાં આવ્યા હતા. અને ફાયર વિભાગ દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર વિભાગની ત્રણ ગાડી ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. અને આગ પર કાબૂ મેળવી લીધી હતો. મોટી જાનહાનિ થતા બચાવી લીધી હતી.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
