News of Thursday, 30th May 2024
તા.૧૧ જુન સુધીમાં શાળાઓમાં ફાયર સેફટી અહેવાલ રજુ કરવા આદેશ
ફાયર સેફટી છે કે નહી ? લેખીતમાં બાંહેધરી આપવી પડશે

અમદાવાદ તા.૩૦ : રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ રાજય સરકારી સફાળી જાગી હોય તેમ એક પછી એક પરિપત્ર કરી રહયા છે.
તા.૧૧ સુધીમાં શાળાઓમાં રાજયમાં ૧૩મી જુનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહયો છે. આ સ્થિતિમાં બાળકોની સલામતીની વ્યવસ્થાને લઇને સ્કુલોમાં ફાયર સેફટી સહિતની વ્યવસ્થા છે કે નહીં તેની ચકાસણી કરીને ૧૧મી જુન સુધીમાં અહેવાલ રજુ કરવા અને સ્કુલ સેફટી પોલિસીનો ચુસ્ત અમલ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા પરિપત્ર ડીઇઓ - ડીપીઓ અને શાસનાધિકારી સ્કુલ, સેફટી અંગે નોડેલ ઓફિસર છે. ત્યારે કોઇપણ સ્કુલ કે સંસ્થામાં ફાયર સેફટીનો ભંગ થાય તો તે માટે જવાબદારી જે તે અધિકારીની રહેશે. તેવી તાકીદ પણ કરવામાં આવી છે. પ્રાથમીક, માધયમીક અને ઉચ્ચતર માધ્યમીક સ્કુલોમાં ફાયર એનોઅસી છે કે નહિ, છે તો મુદત પુરી થઇ ચુકી છે કે નહી, રીન્યુ કેમ કરાવ્યુ નથી તે સહિતની ચકાસણી કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. નવ મીટર કે તેથી વધુ મીટરની ઉંચાઇ ધરાવતી સ્કુલોમાં જો બેઝમેન્ટ હોય અને તેનું ક્ષેત્રફળ ર૦૦ ચો.મી. થી વધારે હોય તો આ કિસ્સામાં ફાયર અધિકારી પાસેથી સેફટી સર્ટિફીકેટ મેળવવાનું રહેશે. તમામ સ્કુલોની ચકાસણી કરીને આગામી ૧૧મી જુન સુધીમાં અહેવાલ રજુ કરવા તાકીદ કરાઇ છે. સ્કુલના ટ્રસ્ટીઓ સંચાલકો પાસેથી ફાયર એનઓસી હોવાનું અને તમામ સાધનો ચાલુ હોવાનું લેખીતમાં પ્રમાણપત્ર પણ લેવાનું રહેશે.
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
