તા. ૧૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 30th May 2024
હારીજ પાસે નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા યુવકની શોધખોળ

(જયંતિભાઇ ઠકકર દ્રારા) પાટણ તા.૩૦ ૯: હારીજની કુરેજા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગરમીથી ત્રસ્ત બનેલો ૩૦ વર્ષનો યુવાન ન્હાવા પડતા તણાયો હોવાની ઘટના સામે આવી છે. આ બાબતે મળતી માહિતી મુજબ બુધવારે ગરમીથી ત્રસ્ત બનેલ ૩૦ વર્ષનો શૈલેષ ઠાકોર નામના યુવાન હારીજના કુરેજા પાસેથી ન્હાવા પડતા પાણીના પ્રવાહમાં તણાયો હતો.પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે ઘેડી આવી તણાયેલા યુવાનની શોધખોળ માટે પાટણ ફાયર વિભાગને જાણ કરતા પાટણ ફાયર વિભાગની ટીમે જરૂરી સાધન સામગ્રી સાથે ઘટના સ્થળે પહોંચી તણાયેલા યુવાનની શોધખોળ હાથ ધરી છે. કુરેજા પાસેની કેનાલમાં ન્હાવા પડેલ ૩૦ વર્ષનો યુવાન તણાયો હોવાની ઘટનાને પગલે લોકોના ટોળા કેનાલ પર એકત્ર થયા હતા.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
