News of Thursday, 30th May 2024
મોટી દુર્ઘટનામાં ગંભીર બેદરકારી હોય તેવા જવાબદારોને બરતરફ કરવા જોઇએ
અગ્નિકાંડના ગાંધીનગરમાં પડઘાઃ કડક પગલાનો સાર્વત્રિક સૂર

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૩૦: ગુજરાતમાં છેલ્લા બે ત્રણ વર્ષની અંદર કેટલીક મોટી દુર્ઘટનાઓ બની છે જેના કારણે એ પરિવારજનો એ ખૂબ જ દુઃખ ભોગવવું પડ્યું છે તાજેતરમાં ત્રણ ચાર દિવસ પહેલા રાજકોટનો છેલ્લો જે બનાવ બન્યો એનાથી અરેરાટી ઊભી થઈ છે. આવી પરિસ્થિતિમાં ગાંધીનગરના વર્તુળોનો સુર એવો આવ્યો છે કે પહેલી વસ્તુ રહેણાંક ઝોનની કોમર્શિયલ પ્રવળત્તિ ન થવી જોઈએ બીજું કે બાળકો નાના હોય ત્યારે પહેલા માળથી વધારે ઉપર કોઈને પણ ટયુશન ક્લાસીસ કે અન્ય એક્સરસાઇઝ તેમજ રમતગમત ની કોઈ પ્રવળત્તિ ન થવી જોઈએ અને આવી પ્રવળત્તિ જ્યારે થાય ત્યારે રાજ્ય સરકારે કોઈપણ સીટ કે કમિટી રચવાની જરૂર નથી તાત્કાલિક પગલાં લઈ અને જે તે જવાબદાર હોય તેની સામે ડીસમિસ કરવાની તાત્કાલિક ઉપયોગીતા થવી જોઈએ તેવી લોકમુખે ચર્ચા છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
