News of Thursday, 30th May 2024
ઇફકો દ્વારા ર૦ ટકા ડીવીડન્ડ જાહેર : ખેડૂતોને દવા છાંટવા માટે ડ્રોન અપાશે
ચેરમેન દિલીપ સંઘાણીની મહત્વની જાહેરાત

રાજકોટ, તા. ૩૦ : ઇન્ડીયન ફાર્મસ ફર્ટીલાઇઝર કો.ઓપ. લી. (ઇફકો)ની વાર્ષિક સાધારણ સભા આજે નવી દિલ્હી ખાતે ચેરમેન શ્રી દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં મળેલ જેમાં ગયા વર્ષે જાહેર કર્યા મુજબ આ વર્ષે પણ સભાસદ મંડળીઓને ર૦ ટકા ડીવીડન્ડ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ઇફકોએ આવતા ર૦ વર્ષ સુધી ર૦ ટકા ડીવીડન્ડ આપવાનુ ગયા વર્ષે જાહેર કરેલ. સભાસદ મંડળીને શેરના પ્રમાણમાં ડીવીડન્ડ મળશે. મંડળી સભાસદ ખેડુતોને તે સમાન ભાગ આપશે.
ખેડૂતો પોતાન ખેતરમાં ડ્રોનથી ખાતરનો છંટકાવ કરી શકે તે માટે ડ્રોન બેટરી સ્થળાંતર માટેનું વાહન સહિતનો સેટ આપવામાં આવશે. પ્રથમ તબક્કે રપ૦૦ ડ્રોન આપવાનું નકકી થયું છે. મંડળીઓને તેનું વિતરણ પણ શરૂ થઇ ગયું છે. મંડળી નિયત ભાડાથી ખેડૂતને તે ભાડે આપશે તેમાં ઇફકો તરફથી ભાડા સહાય અપાશે
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
