News of Thursday, 30th May 2024
કલેકટરોના કર્મચારીઓના અધીકારીઓના મામલતદાર સંવર્ગ-વર્ગ-રનું પ્રથમ/ દ્વિતિય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની સતા કલેકટરોને અપાઇઃ ખાસ પરિપત્ર

રાજકોટ તા. ૩૦: રાજયની કલેકટર કચેરી ખાતે કામગીરી કરતા મહેસૂલી કર્મચારી માટે મહત્વના અહેવાલો સામે આવ્યા છે. કર્મચારીઓની બઢતી માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. જે સમિતિના અધ્યક્ષ કલેકટર રહેશે. અન્ય બે સભ્યોમાં એડી. કલેકટર તથા કલેકટર જે નકકી કરે તે પ્રાંત રહેશે તેમ કલેકટર કચેરીના અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.
મહેસુલ વિભાગ દ્વારા શરતો સાથે વિસ્તૃત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે પરિપત્ર ઉચ્ચતર પગાર ધોરણ યોજના અન્વયે રાજયના મહેસૂલી તંત્ર સંવર્ગના કર્મચારી/અધિકારીઓનું મામલતદાર સંવર્ગ, વર્ગ-રનું પ્રથમ/દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરાવાની જિલ્લા કલેકટરને સતા સુપ્રત કરાઇ છે.
(5:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
