News of Thursday, 30th May 2024
ગુજરાત રાજ્યમાં 45 ડિગ્રી સુધી મહત્તમ તાપમાનનો પારો પહોંચી જતા એક મહિનામાં હીટસ્ટ્રોકની 3891 ઘટના
સૌથી વધુ અમદાવાદમાં 1010, સુરતમાં 424, છોટા ઉદેપુરમાં 216, રાજકોટમાં 121 બનાવ

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લે ઘણાં સમયથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ સિઝનમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 45 ડિગ્રી કરતાં વધારે તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં પણ તાપમાન 43થી 44 ડિગ્રી જોવા મળી હતી. રાજ્યમાં તાપમાન વધવાના કારણે સ્ટોક અને હાર્ટ એટેક જેવા કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 17થી 27 મે સુધીમાં 3891 જેટલા સ્ટોકમાં કેસ નોંધાયા હતા.
રાજ્યમાં સ્ટોકનો 17 એપ્રિલથી 27 મે સુધીમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં 1,010 જેટલા બાદ સુરતમાં 424, ભાવનગરમાં 140, છોટાઉદેપુરમાં 216, જુનાગઢમાં 117, નવસારીમાં 1137, રાજકોટમાં 121, તાપીમાં 134, વડોદરામાં 244 અને વલસાડમાં 141 કેસ નોંધાયા હતા. જેમાં હીટ સ્ટ્રોકમાં સૌથી ઓછા કેસ બોટાદમાં 14, મોરબીમાં 32 અને સાબરકાંઠા 45 જેટલા નોંધાયા હતા.
રાજ્યમાં પ્રતિ દિવસ હીટ સ્ટ્રોકના સરેરાશ 100 કરતા વધુ કેસ
રાજ્યમાં 108 સેવા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે 19 મે બાદ હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે. 19 મેથી 28 મે દરમિયાન સૌથી વધુ કેસ 23 મેના દિવસે હીટ સ્ટ્રોકના 224 કેસ અને 24 મેના દિવસે 230 કેસ નોંધાયા હતા. રાજ્યમાં 19 મે બાદ પ્રતિ દિવસ હિટ સ્ટ્રોકના 100 કરતા વધુ કેસ નોંધાયા હતા. 28 મે બાદ હીટ સ્ટ્રોકના કેસમાં ઘટાડો થતો જોવા મળ્યો હતો.
જિલ્લા પ્રમાણે કેસની વિગત
અમદાવાદમાં 1010 કેસ
અમરેલીંમાં 53 કેસ
આણંદમાં 56 કેસ
અરવલ્લીમાં 52 કેસ
બનાસકાંઠામાં 50 કેસ
ભરૂચમાં 50 કેસ
ભાવનગરમાં 140 કેસ
બોટાદમાં 14 કેસ
છોટાઉદેપુરમાં 216 કેસ
દાહોદમાં 88 કેસ
દેવભૂમિ દ્વારકામાં 40 કેસ
ગાંધીનગરમાં 79 કેસ
ગીર સોમનાથમાં 25 કેસ
જૂનાગઢમાં 117 કેસ
જામનગરમાં 60 કેસ
કચ્છમાં 75 કેસ
ખેડામાં 66 કેસ
મહેસાણામાં 52 કેસ
મહીસાગરમાં 71 કેસ
મોરબીમાં 32 કેસ
નર્મદામાં 62 કેસ
નવસારીમાં 137 કેસ
પંચમહાલમાં 57 કેસ
પાટણમાં 40 કેસ
પોરબંદરમાં 36 કેસ
રાજકોટમાં 121 કેસ
સાબરકાંઠામાં 45 કેસ
સુરતમાં 424 કેસ
સુરેન્દ્રનગરમાં 37 કેસ
તાપીમાં 134 કેસ
ડાંગમાં 67 કેસ
વડોદરામાં 244 કેસ
વલસાડમાં 141 કેસ
17 એપ્રિલથી 28 મે સુધીમાં દિવસ પ્રમાણે કેસ
17 એપ્રિલઃ 79 કેસ
18 એપ્રિલઃ 77 કેસ
19 એપ્રિલઃ 78 કેસ
20 એપ્રિલઃ 53 કેસ
21 એપ્રિલઃ 61 કેસ
22 એપ્રિલઃ 50 કેસ
23 એપ્રિલઃ 68 કેસ
24 એપ્રિલઃ 72 કેસ
25 એપ્રિલઃ 73 કેસ
26 એપ્રિલઃ 57 કેસ
27 એપ્રિલઃ62 કેસ
28 એપ્રિલઃ 72 કેસ
29 એપ્રિલઃ 71 કેસ
30 એપ્રિલઃ 58 કેસ
1 મેઃ 69 કેસ
2 મેઃ 73 કેસ
3 મેઃ63 કેસ
4 મેઃ 72 કેસ
5 મેઃ 61 કેસ
6 મેઃ 63 કેસ
7 મેઃ 63 કેસ
8 મેઃ 77 કેસ
9 મેઃ 90 કેસ
10 મેઃ 90 કેસ
11 મેઃ 74 કેસ
12 મેઃ 64 કેસ
13 મેઃ 78 કેસ
14 મેઃ 51 કેસ
15 મેઃ 71 કેસ
16 મેઃ 83 કેસ
17 મેઃ 85 કેસ
18 મેઃ 97 કેસ
19 મેઃ 106 કેસ
20 મેઃ 131 કેસ
21 મેઃ 151 કેસ
22 મેઃ 188 કેસ
23 મેઃ 224 કેસ
24 મેઃ 230 કેસ
25 મેઃ 172 કેસ
26 મેઃ 169 કેસ
27 મેઃ 162 કેસ
28 મેઃ 103 કેસ
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
