News of Thursday, 30th May 2024
અમેરિકા સત્સંગ વિચરણ કરી રહેલ SGVP ગુરુકુલ અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા રાજકોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ

અમદાવાદ તા 29 તાજેતરમાં રાજકોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ જીવાત્માઓને અમેરિકા સત્સંગ્ વિચરણ કરી રહેલ SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી જણાવેછે કે રાજકોટમાં ગેમ જોનમાં લાગેલી વિકરાળ આગમાં અનેક જીંદગી હોમાઇ ગઇ.અનેક પરિવારો ઉપર દુખના ડુગરાઓ તૂટી પડ્યા.કેટલાય માતા પિતાસંતાન વિહોણા થયા.આ ઘટનાથી દરેકન હ્રદયને આઘાત પહોંચ્યો છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આત્માઓને શ્રદ્ધાજલિ અર્પણ કરતાસ્વામીજી જણાવે છે કે ભગવાન શ્રી હરિ આ રાજકોટની ગોજારી ઘટનામા મૃત્યુ પામેલ જીવાત્માઓને ભગવાન શાશ્વત સુખ આપે અને તેમના પરિવાર જનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના છે.અકાળે મરણ પામેલ જીવાત્માની શાંતિ માટે ગુરુકુલ પરિવાર દ્વારા ભગવાનની ધૂન કરી દિપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
