<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

જાતે જ કમાઈને હું ભણતો. મારું ભોજન પણ હું જાતે બનાવતો. વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસ દરમિયાન સુખની કામના ન રાખવી જોઈએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

ગાંધીનગર : " હું તો વારંવાર તમારા ઘરે આવતો રહું છું, તમે આજે પહેલીવાર મારા ઘરે આવ્યા છો..."  ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠમાં શ્રમયજ્ઞ કરીને સંકુલને સ્વચ્છ-સુઘડ-સુંદર બનાવનાર છાત્રોને આવા ઉમળકાથી રાજભવનમાં આવકાર્યા હતા.

   પૂજ્ય ગાંધીજીના સ્વાધીનતા અભિયાન વિશે વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પોતાની વાત કરતાં કહ્યું કે, મેં દસમું ધોરણ પાસ કર્યા પછી મારા અભ્યાસ માટે મારા પરિવાર પાસેથી ક્યારેય નાણા નથી લીધા. જાતે જ કમાઈને હું ભણતો. મારું ભોજન પણ હું જાતે બનાવતો. મને બધું જ બનાવતા આવડે છે. દરેક યુવાનોએ સ્વાધીન થવું જોઈએ, પરાધીન નહીં. પોતાનું કામ કરવું એ ગર્વની વાત છે. વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસ દરમિયાન સુખની કામના ન રાખવી જોઈએ. મહેનત કરીને, શ્રમ કરીને જે તપસ્વી બને છે, તે જ વિદ્યાર્થી વિદ્યા પામે છે.

(6:20 PM IST)