News of Thursday, 30th May 2024
ધો-10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું : 24 જૂનથી શરૂ થશે અને 6 જુલાઈ સુધીમાં યોજાશે.
જુઓ કઈ તારીખે કયું પેપર લેવાશે? ધો.10ના વિદ્યાર્થીઓ 3 જેટલા વિષય સુધીની અને ધો.12ના વિદ્યાર્થીઓને બે વિષયમાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે

ગાંધીનગર : તાજેતરમાં જ ગુજરાત બોર્ડનું ધો.10 અને ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું. જોકે આ વર્ષે પણ કેટલાક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં એક કે વધુ વિષયોમાં નાપાસ થયા હતા. ત્યારે આવા વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં બોર્ડ દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
ટાઈમ ટેબલ મુજબ ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 24 જૂનથી શરૂ થશે અને 6 જુલાઈ સુધીમાં યોજાશે. જેમાં ધો.10ના વિદ્યાર્થીઓ 3 જેટલા વિષય સુધીની પરીક્ષા આપી શકશે અને ધો.12ના વિદ્યાર્થીઓને બે વિષયમાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે.

(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
