News of Thursday, 30th May 2024
રાજ્યમાં લોકોને અંગ દઝાડતી ગરમીમાંથી આશિંક રાહત મળી
છેલ્લા બે દિવસમાં તાપમાનમાં સામાન્ય ઘટાડ:રાજયમાં મે મહિનામાં ૪૫થી ૪૭ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું જેમાં હવે આશિંક ઘટાડો થતા ૪૨ ડિગ્રી સેલ્સિયસે પંહોચ્યું છે

અમદાવાદ, તા.૩૦
રાજ્યમાં લોકોને અંગદઝાડતી ગરમીમાંથી આશિંક રાહત મળી છે. છેલ્લા બે દિવસમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો. રાજ્યમાં મોટાભાગના શહેરોનું તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ નોંધાયુ. તાપમાન ઘટવાની સાથે ચોમાસા પહેલા પ્રી-મોનસૂન એક્ટિવિટી જોવા મળી. હવામાન વિભાગ મુજબ ૩૦ કિમી પ્રતિ કલાક ઝડપથી પવન ફુંકાશે. રાજયમાં મે મહિનામાં ૪૫થી ૪૭ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. જેમાં હવે આશિંક ઘટાડો થતા ૪૨ ડિગ્રી સેલ્સિયસે પંહોચ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં ૧૫ જૂન આસપાસ ચોમાસાનું આગમન થશે. હાલમાં અમદાવાદ,ગાંધીનગરમાં ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું. દેશમાં ઉત્તરનાભાગોમાં ગરમીનો પારો જોવા મળ્યો છે. જ્યારે દક્ષિણના ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં ઝારખંડ, પ્રયાગરાજ, ગુજરાત સહિત બિહારમાં હજુ પણ ગરમી પડશે. ૩૦ અને ૩૧ મેના રોજ ઉનાળાની સ્થિતિ એવી જ રહેશે. આ પછી જ હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આનાથી ગરમીથી રાહત નહીં મળે. અત્યારે ગુજરાત કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. જો કે હિટવેવથી જરૃર મુક્તિ મળશે.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
