News of Thursday, 30th May 2024
પોલીસકર્મીઓની દાદાગીરી, ૩ અરજીના નિકાલ માટે માંગી ૧૦ લાખની લાંચ
વધુ એક મોટી લાંચ રૃશ્વતની ઘટના સામે આવીઃહાલમાં આ બંને પોલીસકર્મી ફરાર છે એસીબીએ આ બન્ને ફરાર આરોપીઓની શોધખોળ શરૃ કરી દીધી

ઈડર, તા.૩૦
ઈડરના જાદર પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલોએ એક ફરિયાદી સામે થયેલ ત્રણ અરજીનો નિકાલ કરવા તથા હેરાન નહી કરવા રૃ.૧૦,૦૦,૦૦૦ ની લાંચ માંગી હતી. જેમાં પાંચ લાખનો પહેલો હપ્તો લેવા બન્ને કોન્સ્ટેબલો ફરિયાદી પાસે આવ્યા હતા. જોકે એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)ની ટીમને જોઈને બન્ને આરોપી કારમાં ભાગી ગયા હતા. પોલીસે બન્ને સામે ગુનો નોંધીને તેમની સોધ હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદી સામે ઈડરના જાદર પોલીસ સ્ટેશનમાં ત્રણ અરજી થયેલી હતી. ઉપરાંત ફરિયાદીએ પણ આ જ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી કરેલી હતી. ફરિયાદીની અરજી પરત લેવા, હેરાન નહી કરવા તથા તેની વિરૃધ્ધ થયેલી ત્રણ અરજીનો નિકાલ કરવા માટે જાદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પિયુશ રામદજીભાઈ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ રમેશ રાયચંદજી રાઠોડે રૃ.૧૦,૦૦,૦૦૦ ની લાંચની માંગમી કરી હતી.
દરમિયાન આરોપીઓએ તેને પહેલા પાંચ લાખ કે જેટલી વ્યવસ્થા થાય તેટલા નાણાં લઈને ફરિયાદીને ઈડર હિંમતનગર રોડ પરની આશિષ હોટેલ સામે આવવા જણાવ્યું હતું. બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ અહીં જાળ બિછાવી હતી. દરમિયાન ફરિયાદી ચાર લાખ રુપિયા લઈને આવ્યો હતો. જ્યાં બન્ને કોન્સ્ટેબલોએ તેની સાથે વાતચીત કરીને નામાંની માંગણી કરી હતી. ફરિયાદીએ ચાર લાખ રૃપિયા બન્નેને આપી દીધા હતા.
પરંતુ એસીબીની ટીમને જોઈને બન્ને કોન્સ્ટેબલો નાણાં લઈને કારમાં ભાગી છુટ્યા હતા. આ અંગે બન્ને વિરૃધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરવામાં આવી છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
