તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
એસટી બસ-લકઝરી બસ વચ્ચે અકસ્માત, ૩ના મોત
મોડાસાના સાકરિયા પાસે અકસ્માત : અકસ્માતમાં ૨૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં

મોડાસા, તા.૧ :ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે.
મોડાસાના સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ લોકો ઘટના સ્થળે જ મૃત્યુને ભેટ્યાં હતાં. જ્યારે ૨૫ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.પ્રાપ્ત વિગતો પ્રમાણે મોડાસાના સાકરિયા પાસે બાઈક ચાલકને બચાવવા જતાં એસટી બચ અચાનક રોંગ સાઈડમાં આવી ગઈ હતી. આ દરમિયાન ડભોઈ મોડાસા એસટી બસ એક ખાનગી લકઝરી બસને અથડાઈ હતી. આ ટક્કર દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. બસમાં સવાર મુસાફરોમાં અકસ્માતને લઈને ભારે ફફડાટ ફેલાયો હતો.
અકસ્માતની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. અકસ્માતને કારણે મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરી દેવાયો છે.
આ અકસ્માતને પગલે અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા ઘટનાનો તાગ મેળવવામાં આવ્યો હતો. અકસ્માત બાદ અરવલ્લી અધિક નિવાસી કલેક્ટર, પ્રાંત અધિકારી,મોડાસા મામલતદાર દ્વારા ઘટના સ્થળે જઈને સ્થિતિનો તાગ મેળવાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર દરમિયાન તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટે પણ નિર્દેષ આપવામાં આવ્યો છે.
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
