<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ગુજરાત ભાજપનો અજેય ગઢ : ભાજપ તમામ બેઠકો પર જીત નોંધાવી શકે : કોંગ્રેસની ફરી ક્લીન સ્વીપ થશે

TV9 દ્વારા જાહેર કરાયેલ એક્ઝિટ પોલના આંકડા મુજબ ગુજરાતમાં અનેક પડકારો વચ્ચે પણ ભાજપનો એક્ઝિટ પોલમાં વિજય

અમદાવાદ :લોકસભાની ચૂંટણીના 4 જૂન 2024ના રોજ પરિણામો જાહેર થશે. ત્યારે પરિણામો પહેલા એક્ઝિટ પોલના આંકડા જાહેર થયા છે. TV9 દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલના આંકડા અનુસાર ગુજરાતમાં અનેક પડકારો વચ્ચે પણ ભાજપનો એક્ઝિટ પોલમાં વિજય થયો છે. ગુજરાતમાં ફરી ભાજપ તમામ બેઠકો પર જીત નોંધાવી શકે છે. તો કોંગ્રેસની ફરી ક્લીન સ્વીપ થશે. 

ગુજરાતમાં તમામ મુદ્દાઓ પર અંતે પીએમ મોદીનો ચહેરો ભારે રહ્યો છે. કારણ કે એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતની તમામ બેઠકો પર ભાજપની જીત થઈ શકે છે. ગુજરાતની 26 બેઠકોમાંથી એક બેઠક અગાઉથી જ ભાજપના નામે થઈ ચુકી છે, ત્યારે બાકીની 25 બેઠકો પર પણ ભગવો લહેરાઈ શકે છે.

ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક આ વખતે ભારે વિવાદોમાં રહી હતી. ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલી વિવાદિત ટીપ્પણીના કારણે ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધના કારણે ભાજપની મુશ્કેલી વધી હતી. તેમ છતાં એક્ઝિટ પોલના આંકડા અનુસાર ભાજપ ગુજરાતમાં તમામ બેઠકો જીતી શકે છે.  

રાજકોટ બેઠક પર આ વખતે ભાજપના પરશોત્તમભાઈ  રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી છે. 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ  કુંડારિયાનો કોંગ્રેસના લલિત કગથરા સામે 3,68,407 મતોથી વિજય થયો હતો. મોહનભાઈ  કુંડારિયાને 63.47 ટકા અને લલિત કગથરાને 32.65 ટકા વોટ મળ્યા હતા.

ગુજરાતમાં 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 26માંથી 26 બેઠકો મળી હતી. ત્યારે આ વખતે એક્ઝિટ પોલના આંકડામાં પણ ફરીથી ભાજપ તમામ બેઠકો જીતી શકે છે. ત્યારે એક્ઝિટ પોલના આંકડા અનુસાર કોંગ્રેસનું આ વખતે પણ ખાતું ખોલી રહ્યું નથી

( IST)