<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ગાંધીનગર :પારંપારિક વસ્ત્રોનું મહત્ત્વ સમજાવવાની અનોખી રીત, MBAનો સ્ટુડન્ટની પહેલથી સૌ પ્રભાવિત

રાજ મહેતાએ ગરમીના દિવસોમાં કોલેજમાં પારંપારિક વસ્ત્ર ધોતી પહેરીને આવવાનો નિર્ણય લીધો

ગાંધીનગર :ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રત્યેક પારંપારિક વસ્ત્રોનું એક અલાયદુ મહત્ત્વ છે. જેને સમજતાં અને તેના પ્રત્યે જાગૃત્તિ લાવવાના ભાગરૂપે એક વિદ્યાર્થી અને આંત્રપ્રિન્યોર રાજ મહેતાએ એક પ્રયાસ કર્યો હતો. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનિવર્સિટીમાં MBA (માસ્ટર ઈન બિઝનેસ)નો અભ્યાસ કરતાં રાજ મહેતાએ ગરમીના દિવસોમાં કોલેજમાં પારંપારિક વસ્ત્ર ધોતી પહેરીને આવવાનો નિર્ણય લીધો છે. મહત્ત્વનું છે કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ વસ્ત્રો આરામદાયક અને અનુકૂળ હોવાથી રાજ મહેતાએ કોલેજમાં ધોતીમાં આવવાનું શરૂ કર્યું હતું.

રાજ મહેતા સ્વર્ણિમ યુનિવર્સિટી દ્વારા ઈન્ક્યુબેટેડ રાજ ઈલેક્ટ્રોમોટિવ્સ પ્રાઈવેટ લિમિટેડ નામનાં સ્ટાર્ટઅપના ફાઉન્ડર પણ છે. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન્સ યુનિવર્સિટી દેશની પ્રથમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી છે. જે શૈક્ષણિક અભ્યાસ ઉપરાંત સ્ટાર્ટઅપ્સને મેન્ટરશિપ, ઈન્ક્યુબેશન, ફંડિંગના સ્રોતો વિશે સમજણ સહિતની વિવિધ વિકલ્પો પણ પ્રદાન કરે છે.

ભારતીય ઉનાળા દરમિયાન ધોતી-કુર્તા, સલવાર-કમીજ જેવા પારંપારિક વસ્ત્રો પહેરવા યોગ્ય છે. એક તો તેનું કાપડ અનુકૂળ અને વજનમાં હળવું હોય છે. જે આકરા તાપમાં સુતરાઉ, લિનન અને શિફોનના આ પારંપારિક વસ્ત્રો આરામદાયક અને અનુકૂળતા પ્રદાન કરે છે. જે હવાના પરિભ્રમણ માટે પરવાનગી આપે છે, સૌથી ગરમ દિવસોમાં પણ શરીરને ઠંડુ અને આરામદાયક રાખે છે.

કૃત્રિમ સામગ્રીઓથી વિપરીત જે ગરમી અને ભેજ શોષી લે છે, સુતરાઉ અને લિનન કાપડ પરસેવો દૂર કરે છે, જે સમગ્ર દિવસ દરમિયાન તાજગી અને આનંદદાયક લાગણીની ખાતરી કરે છે. વધુમાં, તેમજ પૂરતાં વેન્ટિલેશન પૂરું પાડી મુક્તપણે શ્વાસ લઈ શકાય છે. જે તેને ઉનાળાની ગરમીનો સામનો કરવા માટે એક આદર્શ વિકલ્પ બનાવે છે.

( IST)