તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
મોટેરા-ગાંધીનગર રૂટ પર જુલાઈના અંત સુધીમાં મેટ્રો દોડાશે : નર્મદા કેનાલના બ્રિજ પર ચાર ટ્રેન મૂકીને લોડ ટેસ્ટિંગ કરાયું: જુઓ વિડિઓ
મોટેરા-ગાંધીનગર રુટ પર આવતા બે મુખ્ય પુલો પર લોટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન આગામી જુલાઈ મહિનના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. હકીકતમાં આજે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આજે મોટેરા-ગાંધીનગર રુટ પર આવતા બે મુખ્ય પુલો પર લોટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
GMRC દ્વારા મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1ના રુટ પર મેટ્રો ટ્રેન ઝડપથી શરૂ થઈ જાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તાજેતરમાં જ આ રૂટ પર આવતા બે મુખ્ય પુલો, જેમાં સાબરમતી નદી પરનો ગિફ્ટ સિટી પાસેનો પુલ તેમજ સુઘડ નજીક નર્મદા કેનાલ પરના કેબલ સ્ટેડ પુલ પર લોડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં નર્મદા કેનાલ પુલ પર જરૂરી વજન સાથેની ચાર ટ્રેનો એકસાથે મૂકીને લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ.
આટલું જ નહીં, અન્ય જગ્યાએ લોડ ટેસ્ટીંગ, બાકીના સ્ટેશનોની કામગીરી વગેરે આગામી થોડા સમયમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જે બાદ જૂન મહિનાના અંત સુધીમાં CMRS (કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફટી)ને ચકાસણી કરવા વિનંતી કરવામાં આવશે. આ પ્રક્રિયામાં તેમના રિમાર્કસ, તેનું કોમ્પ્લાયન્સ પૂર્ણ કર્યા બાદ આખરી મંજૂરી (જે સામાન્યતઃ ચાર થી પાંચ અઠવાડિયાનું હોય છે) મેળવીને જુલાઈના અંતની આસપાસ આ રુટ પર મેટ્રોની ટ્રેનો દોડાવવાનું આયોજન છે.
જણાવી દઈએ કે, અગાઉ ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદ-ગાંધીનગર ફેઝ-2 માટે તબક્કાવાર ટ્રાયલ રન લેવામાં આવી હતી. આ પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર તથા ગિફ્ટ સિટી સુધીનો છે. જેના 28 કિલોમીટર રૂટ પર 22 સ્ટેશનો હશે.
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
