<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

અમદાવાદ માં ઓનલાઈન પાર્સલ ની આડમાં ચાલતા ડ્રગ્સ સપ્લાયના વેપલાનો પર્દાફાશ: 1.,26 કરોડની કિંમતનું 3.754 કિલો ડ્રગ્સ ઝડપાયું

ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા કેનેડા અને થાઈલેન્ડથી આવતાં ઓનલાઈન પાર્સલની આડમાં ચાલતા ડ્રગ્સ સપ્લાયનો ભાંડો ફોડ્યો : પેડલર્સ દ્વારા લંક્ષ બોક્ષ, બેબી બૂટીસ, ફ્રુટ ફીડર, મલ્ટી પર્પસ લેચિઝ, ચોકલેટ, લેડીસ ડ્રેઝ, વિટામીન કેન્ડી, હેડફોન, ટેડી બિઅર, વ્હાઇટ કલરના જફર્દા એર પ્યુરીફાયરમાં સંતાડીને ડ્રગ્સ મોકલાયુ હતું

 અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા કેનેડા અને થાઈલેન્ડથી આવતાં ઓનલાઈન પાર્સલની આડમાં ચાલતા ડ્રગ્સ સપ્લાયના વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બંને ટીમે સંયુક્ત રીતે કામગીરી કરીને 14 શંકાસ્પદ પાર્સલ જપ્ત કર્યા છે. જેમાંથી 1.,26 કરોડની કિંમતનો 3.754 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યો છે. 

 પેડલર્સ દ્વારા લંક્ષ બોક્ષ, બેબી બૂટીસ, ફ્રુટ ફીડર, મલ્ટી પર્પસ લેચિઝ, ચોકલેટ, લેડીસ ડ્રેઝ, વિટામીન કેન્ડી, હેડફોન, ટેડી બિઅર, વ્હાઇટ કલરના જફર્દા એર પ્યુરીફાયરમાં સંતાડીને ડ્રગ્સ મોકલવામાં આવ્યું હતું.

   ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગને બાતમી મળી હતી કે, પેડલર્સ દ્વારા ઓનલાઈન ડાર્કવેબ અને સોશિયલ મીડિયા દ્વારા કુરિયરથી પાર્સલમાં ડ્રગ્સ મોકલવામાં આવતા હતા. જે બાદ  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે પેડલર્સની નવી મોડસઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. પેડલર્સ દ્વારા મોકલવામાં આવેલા 14 જેટલા શંકાસ્પદ પાર્સલ કબજે કર્યા છે. જેમાં 1.12ની કિંમતનો 3.754 કિલો ડ્રગ્સ મળ્યું છે. ડ્રગ્સ મંગાવનારા કેટલાક લોકોની પોલીસે ઓળક કરીને તેમની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

(10:56 AM IST)