<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ગુજરાત એટીએસ દ્વારા આઈએસનાં 4 આતંકીઓની મદદ કરનાર મુખ્ય સુત્રધાર શ્રીલંકામાંથી પકડાયોઃ શ્રીલંકા મીડિયાનો ખુલાસો

શ્રીલંકા પોલીસે અત્યાર સુધીમાં 3 શકમંદની ધરપકડ કરી

અમદાવાદઃ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ શ્રીલંકા મીડિયાએ આતંકીઓની મદદ કરનારને ઝડપી પાડ્યાનો ખુલાસો કર્યો છે. શ્રીલંકાનાં હેન્ડલર મુખ્ય આરોપી પુષ્પરાજ ઓસ્મન્ડ ગેરારર્ડની ધરપકડનો ખુલાસો કર્યો છે. શ્રીલંકા પોલીસે અત્યાર સુધીમાં 3 શકમંદની ધરપકડ કરી છે.

પુષ્પરાજ ઓસ્મન્ડ ગેરાર્ડ પર શ્રીલંકાએ 2 મિલિયનનું ઈનામ જાહેર કર્યું હતું. ઓસ્મન્ડ ગેરારર્ડે આ ચાર આતંકીઓને ચાર લાખ આપ્યા હતા. ઓસ્મન્ડ ગેરાર્ડ પોતાનો વેશ પલ્ટો કરીને ફરતો રહે છે. આ આતંકીઓની કસ્ટડી મેળવવા ગુજરાત એટીએસ શ્રીલંકા જશે. તેમજ ભારતમાં આતંકીઓ મોકલનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે. તેમજ સીઆઈડી એ કોલમ્બો પોલીસની મદદથી ગેરાર્ડને ઝડપી પાડ્યો છે.

(11:32 AM IST)