<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

અમદાવાદમાં સગીરે ફોચ્‍ર્યુનકાર પુરપાટ ઝડપે ચલાવી કિશોરીને અડફેટે લીધીઃ કિશોરીને માથામાં ગંભીર ઇજા, પોલીસે કરી સગીરની અટકાયત

 

અમદાવાદઃ એક સગીરે અમદાવાદના થલતેજ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો છે. શુક્રવારે સાંજે સગીરે થલતેજ વિસ્તારમાં પુરપાટ ઝડપે કાર ચલાવીને એક 16 વર્ષીય કિશોરીને અડફેટે લીધી હતી. ફોર્ચ્યુનર કારની ટક્કર લાગતા કિશોરીને ગંભીર ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ આ કિશોરીની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજના સમયે શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સાંદીપની સોસાયટી નજીક એક સગીર યુવકે પુરપાટ ઝડપે કાર ચલાવીને 16 વર્ષીય યુવતીને અડફેટે લીધી હતી. આ યુવતી નાસ્તો લેવા જઈ રહી હતી ત્યારે ફોર્ચ્યુનર કારના ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સ્થાનિકોના કહેવા પ્રમાણે અકસ્માત થયો ત્યારે ફોર્ચ્યુનર કાર ખૂબ જ ઝડપે આવી રહી હતી. છોકરીને ટક્કર માર્યા પછી ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર નજીકના એક ખાલી પડેલી જમીનમાં ઘૂસી ગઈ હતી. સ્થાનિક લોકોએ ડ્રાઇવરને ઘેરી લીધો અને પોલીસને બોલાવી હતી.

અકસ્માતમાં સામેલ ફોર્ચ્યુનર કાર ચલાવનાર 17 વર્ષીય છોકરાની પોલીસે અટકાયત કરી છે. ગુજરાત પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ, યુવક દારૂ કે ડ્રગ્સના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ કરતો ન હતો, વધુ તપાસ ચાલી રહી છે.

 

(1:34 PM IST)