<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ભરૂચમાંથી ૭ પતાપ્રેમીઓ ઝડપાયઃ ૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્‍ત

 

ભરૂચઃ જુગાર રમતા આ લોકોનું ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે જુગારની બળી ઉપર નિયંત્રણ મેળવવાના પ્રયાસના ભાગરૂપે ભીડભંજન ખાડી વિસ્તારમાં રેડ કરી 7 જુગારીયાઓને ઝડપી લીધા હતા. જુગાર રમતા આ લોકોનું ધરપકડ કરવામાં આવી છે.પોલીસે સ્થળ પરથી સાત જુગારીયાઓને કુલ કીંમત રૂપિયા ૧,૧૦,૦૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ભરૂચ શહેર “એ” ડીવી .પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ બી ૦૫૨૩/૨૦૨૪ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધ્યો છે.

જુગાર રમતા આ 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા

 રાજેશભાઇ નગીનભાઇ વસાવા ઉ.વ.૪૦ રહે.ભીડભંજનની ખાડી હનુમાનજી મંદીર પાસે ભરૂચ   

રાહુલભાઇ મહેશભાઇ વસાવા ઉ.વ.૨૩ રહે. ભીડભંજનની ખાડી ભારતી ટોકિઝ પાછળ ભરૂચ   

જીગ્નેશભાઇ મનુભાઇ ખુમાણ ઉ.વ.૩૪ રહે.ભીડભંજનની ખાડી હનુમાનજી મંદિર પાછળ ભરૂચ

    કરણભાઇ ચતુરભાઇ ઠાકોર ઉ.વ.૨૫ રહે. ભીડભંજનની ખાડી હનુમાનજી મંદિર પાછળ ભરૂચ

    હાતીમ ઐયુબભાઇ નમકવાલા ઉ.વ.૩૪ રહે. ખલાસવાડ ,લાલબજાર ભરૂચ

    શાંતીભાઇ ભટુભાઇ વસાવા ઉ.વ.૫૬ રહે. ભીડભંજનની ખાડી ભારતી ટોકિઝ પાછળ ભરૂચ

    દિપકભાઇ જેસીંગભાઇ વિરાસ ઉ.વ.૪૫ રહે. ફાટા તળાવ, રાણા પંચની વાડી પાસે, ભરૂચ

 

જુગારના કેસને ઝડપી પાડવામાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.ફુલતરીયા સાથે પો.સ.ઇ એસ.ટી.દેસાઇ ,અ.હે.કો. ભાનુપ્રસાદ, હે.કો. કાનાભાઇ તથા પો.કો. સરફરાજભાઇ, મહીપાલસિંહ, ધવલકુમાર, તગ્ધીરસિંહ, મનોજભાઇ, પંકજભાઇ, સમીરભાઈ, વિરાજભાઇ નાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

 

(1:49 PM IST)