<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બે'દિ વહેલું આવી પહોંચશે: બે'દિ આંધી વંટોળ પણ રહેશે: અઠવાડિયા પછી દ. ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે: ચોમાસું ખૂબ સારું રહેશે હવામાન તંત્ર

લોકો આતુર નયને, ભયાનક ગરમી વચ્ચે, વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર થયું છે કે છે કે, ગુજરાતમાં ચોમાસું બે દિવસ વહેલું પહોંચી જશે.

એક અઠવાડિયા બાદ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. હવામાન ખાતું કહે છે રાજ્યમાં ચોમાસું ખૂબ સારું રહેશે.

આવતા બે-ત્રણ દિવસમાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે અને ૨૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ થઈ જશે. આ દરમિયાન બે દિવસ સૌરાષ્ટ્ર, ઉ. ગુજરાત, કચ્છ સહિતના વિસ્તારોમાં આંધી-વંટોળ ફૂંકાશે.

સાત જૂનથી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને ૧૫ જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસું બેસી જશે.

ઉપરોક્ત ઇનસેટ તસ્વીર અત્યારે રાત્રે ૮.૧૧ વાગ્યાની લેટેસ્ટ તસ્વીર છે, જેમાં સૌરાષ્ટ્ર ઉપર સાવ આછા વાદળા અને અન્યત્ર વાદળાઓની જમાવટ જોવા મળે છે.

(8:20 PM IST)