તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 2nd June 2024
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસની તૈયારીઓ શરૂ
પોલીસ કમિશનર જી.એસ. મલિકે જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે બેઠક કરી

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી આગમી 7 જુલાઈના રોજ રથયાત્રા નીકળવા જઈ રહી છે. જેને લઈને મંદિર વહીવટી તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.રથયાત્રાની સુરક્ષાને લઈને શહેરના પોલીસ કમિશનર દ્વારા જગન્નાથ મંદિરના મહંત અને ટ્રસ્ટી સાથે બેઠક કરવામાં આવી હતી.
આ અંગે અમદાવાદ પોલીસના સત્તાવાર X હેન્ડલ પર મૂકવામાં આવેલી પોસ્ટમાં જણાવ્યા મુજબ, પોલીસ કમિશનર દ્વારા આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને જગન્નાથ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેઓ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીઓને મળ્યા હતા. આ તકે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક સાથે અધિક પોલીસ કમિશનર સેક્ટર-1 નીજર બડગુજર અને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં આગામી રથયાત્રીને લઈને ચર્ચા-વિચારણા કરવા સાથે જ સુરક્ષા વ્યવસ્થાની તૈયારી પર સમીક્ષા કરવામાં આવી હતી.
સમગ્ર દેશમાં ઓડિશાના પુરી બાદ અમદાવાદની રથયાત્રા સૌથી વધુ વખણાય છે. આગામી 7 જુલાઈના રોજ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી 147મીં રથયાત્રા નીકળશે, જે સમગ્ર શહેરમાં ફરીને સાંજે નીજ મંદિર પરત ફરશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાનના દર્શન માટે આવતા હોવાથી સુરક્ષા ખૂબ જ મહત્ત્વની બની જાય છે. આજ કારણોસર રથયાત્રાના રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
