News of Monday, 3rd June 2024
મોડી રાત્રે એસ.જી હાઈવે ઉપર કાર ચાલકે ટક્કર મારતા બાઈક ચાલક યુવાનનું ઘટનાસ્થળે મોત
અકસ્માત કરીને કાર ચલાક ફરાર થઈ ગયો :ટ્રાફિક પોલીસ દ્વારા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયોઃ

અમદાવાદ કાલે મોડી રાત્રે એસ.જી હાઈવે ઉપર અજાણ્યા કાર ચાલકે બાઈકને એડફેટ લેતા બાઈક સવાર ઘટના સ્થળ પર જ મોત થયું હતુ. અને અજાણ્યા કાર ચાલક ફરાર થઈ ગયો હતો. અને તી પોલીસ ફરીયાદ નોંધાવામાં આવી હતી.
અમદાવાદમાં રોજે રોજ અકસ્માતના બનાવો વધતા જતા હોય છે. ખાસ કરીને હાઈવે ઉપર અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. બસ આવુ એક બનાવ રવિવારે મોડી રાત્રે બન્યો હતો. અભિષેક જાદવ જે વિસનગરનો રહેવાસી છે. ઉ.29 વર્ષની છે કાલે રાત્રે પોતાની જોબ પરથી રાત્રે ઘરી જઈ રહેલો હતો. ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને પાછળની ટક્કર મારતા તેનું બાઈક પરથી બેલેન્સ ગુમાવ્યુ હતુ. અને રસ્તા ઉપર પડકાયો હતો. ત્યારે તેને ખૂબ જ ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જ્યારે અકસ્માત થયો ત્યારે કાર ચાલક ઘટના સ્થળ પર થી ફરાર થઈ ગયો હતો.
જ્યારે બાઈક અને કાર ચાલકનું અકસ્માત થયો ત્યારે બાઈક ચાલકને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. અને અકસ્માત થતા જ આસપાસના લોકો તરત જ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને 108નો ફોન કરી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને સારવાદ દરમિયાન તેમને બાઈક ચાલકનું મોત થયું હતુ.
જ્યારે અકસ્માત કરીને કાર ચલાક ફરાર થઈ ગયો હતો. અને કાર ચાલક વિરુદ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની સામે ફરિયાદ નોંધાવાવમાં આવી છે. અને અજાણ્યા વાહક ચાલકનો શોધ ખોળ ચાલુ કરી દેવામાં આવી હતી.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
