<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

અમદાવાદમાં શંકાસ્‍પદ પાર્સલમાંથી ૧ કરોડથી વધુનો માદક પદાર્થ ઝડપાતા ખળભળાટ

બીએસએફ સીઆઇએસએફનો અનુભવ ધરાવતા સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા બદલાયેલ પેટર્ન અંગે ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંધલ સાથે ચર્ચા કરી ઘડેલી રણનીતિ કામયાબ નીવડી ક્રાઇમ બ્રાન્‍ચ અને કસ્‍ટમ્‍સ વિભાગ દ્વારા સંયુકત પગલાંઓ લેવાતા નવી ડ્રગ્‍સ હેરફેરની નવી પેટર્નનો પર્દાફાશ : ડીસીપી ક્રાઇમ અજીત રાજીયાંન સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા. ૩ : બીએસએફ અને એરપોર્ટ સહિતની સુરક્ષા વ્‍યવસ્‍થા સહિત મહત્‍વની કેન્‍દ્રીય વિભાગોનાં વડા રહી ચૂકેલા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ અને ડીસીપી ક્રાઇમ અજિત રાજીયાન સાથે બેઠક યોજી પોતાને ડ્રગ્‍સ હેરફેરની ચોક્કસ પેટર્ન અંગે અનુભવી સૂત્રો દ્વારા જે માહિતી મળેલ અને તે દિશામાં ક્રાઇમ બ્રાન્‍ચ અર્થાત્‌ ડીસીબી ટીમને કસ્‍ટમ્‍સ સાથે સંકલન કરવા ચર્ચા કરી આ ત્રિપુટી દ્વારા તૈયાર થયેલ રણનીતિ સફળ રહી છે, કુરિયર કંપનીના ૧૪ શંકાસ્‍પદ પાર્સલ ચેક કરતા એક કરોડથી રકમનો કેફી દ્રવ્‍ય મળી આવ્‍યાનું ક્રાઇમ બ્રાન્‍ચ ટીમના સુકાની અજીત રાજીયાને અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે

 

ઉપરોક્‍ત બંને એજન્‍સીઓ દ્રારા નિયમિત દેખરેખ દરમ્‍યાન એક ઈનપુટ મળેલ કે, પેડલર્સ સરહદો પારથી માદક દ્રવ્‍યોનીગેર કાયદેસર હેરાફેરી માટે ડાર્કવેબ અને અન્‍ય સોશીયલમીડીયા ઉપયોગ કરે છે. જેથી તુરત જ સંયુક્‍ત ટીમ સેટઅપ કરવામાં આવેલ અને આ ટીમ દ્રારા સફળતાપુર્વક ઘણા કુરિયર પાર્સલને અટકાવવામાં આવેલ. તેમજ શંકાસ્‍પદ કુરીયરોની તપાસ કરતાં કુલ ૧૪ શંકાસ્‍પદ પાર્સલ મળી આવેલ.જેમાં આછા લીલાશ પડતો વનસ્‍પતિજન્‍ય પદાર્થનો જથ્‍થો નેટ ૩ કિલો ૭૫૪ કિલોગ્રામ મળી આવેલ જેનીઆંતરરાષ્‍ટ્રીય બજાર કિ.રૂ. ૧,૧૨,૬૨,૦૦/-ગણાય.

ઉપરોક્‍ત બાબતે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્‍ચ, ડી.સી.બી. પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૪૦૧૧૧/૨૦૨૪ એન.ડી.પી.એસ. એક્‍ટ કલમ ૮(સી), ૨૦(બી), ૨૩, ૨૯ મુજબનો ગુનો તા.૩૧/૦૫/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ છે.

આ પ્રકારની નવી મોડસ ઓપરેન્‍ડી જેમાં ઉપરોક્‍ત માદક દ્રવ્‍યોને અલગ Baby Booties, Fruit Feeder, Multi purpose Latchesચોકલેટ, લેડીસ ડ્રેસ,લંચ બોક્ષ, વિટામીન કેન્‍ડી,હેડ ફોન,ટેડી બિઅર,White colour Jafarda Air Purifier Filter  વિગેરેમાંથી મળી આવેલ છે. થોડા રીસીવરોની ઓળખ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે.

તેમ ડીસીપી ક્રાઇમ અમદાવાદ અજીત રાંજીયાંન દ્વારા અકિલા સાથેની વિસ્‍તળત વાતચીત અંતે જણાવ્‍યું છે.

(12:03 PM IST)