<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

નેલ્સન સ્કૂલ સીલ કરી દેવાઇ

 

અમદાવાદઃ મણિનગરમાં આવેલી નેલ્સન સ્કૂલ સીલ કરવામાં આવી છે. એનઓસીના હોવાના કારણે નેલ્સન સ્કૂલ સીલ કરી દેવામાં આવી છે.  તે સ્કૂલમાં ૮૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરે છે.

રાજકોટના બનાવ પછી સમગ્ર ગુજરાતમાં દરેક જગ્યાએ ફાયર સેફટીને લઈને તંત્ર  જાગ્યુ છે. અને દરેક જગ્યાએ તપાસના દોર ચાલુ કરી દેવામાં આવ્યા છે. તેવામાં અમદાવાદમાં મણીનગર ખાતે આવેલી નેલ્સન સ્કૂલ જે આજે સવારે સીલ કરી દેવામાં આવી છે. જરૂરી દસ્તાવેજો આપશે. ત્યારે સ્કૂલનું સીલ ખોલવામાં આવશે.

(2:38 PM IST)