News of Monday, 3rd June 2024
કાલે મતગણતરી... રાજ્યભરમાં અભેદ સુરક્ષાચક્ર રચાયું છે : શમશેરસિંઘ
કેન્દ્રીય સુરક્ષા દળ, સ્ટેટ રિઝર્વ પોલીસ સ્થાનિક પોલીસ સાથે સંકલનમાં, સજ્જડ ટ્રાફિક મેનેજમેન્ટ વિગેરે અંગે ગુજરાતના જવાબદાર અધિકારીઓને રવિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા આદેશ... લો એન્ડ ઓર્ડર વડા શમશેરસિંઘ અકિલા સમક્ષ રણનીતિ વર્ણવે છે : ટ્રાફિકની સરળ મુમેન્ટ અંતર્ગત રાજકોટ સીપી બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા દ્વારા પ્રવેશબંધી વૈકલ્પિક રૂટ અંગે વ્યવસ્થા ગોઠવાયા છે : મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય અને અમારા દ્વારા હથિયાર સાથે મોબાઇલ પ્રવેશ પર પણ સખ્ત પ્રતિબંધના આદેશ અપાયા છે

રાજકોટ તા. ૩ : સમગ્ર દેશની નજર જેના પર છે તેવા લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર કરવાનાં સ્થળો ઉપર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા સાથે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ સ્થળ પર હાજર રાખવામાં આવનાર છે, કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, સ્થાનિક પોલીસ ફોર્સ સાથે ટ્રાફિકની વ્યવસ્થા સુદ્રઢ રીતે થાય તે માટે મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અમારી ઉપસ્થિતિમાં રાજયભરના જવાબદાર અધિકારીઓને રવીવારનાં રજાનાં દિવસે વિડિયો કોન્ફરન્સ દ્વારા ખાસ સૂચનાઓ આપ્યાનું રાજયના લો એન્ડ ઓર્ડર ડીજીપી શમશેરસિંઘ દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
બિન અધિકૃત રીતે કોઈ પ્રવેશ કરવાના પ્રયાસો કરે નહિ તે માટે વિશેષ તકેદારી રાખવા, હથિયાર સાથે કે મોબાઈલ સાથે પણ કોઈ પ્રવેશ ન કરે તે માટે પણ જવાબદાર અધીકારીઓને તાકીદ કરવામાં આવી હોવાનું કાયદો વ્યવસ્થા મુદ્દે ખૂબ કડકાઈથી કામ લેવા માટે જાણીતા આ આઇપીએસ દ્વારા વિશેષમાં જણાવેલ.
મત ગણતરી કેન્દ્ર તરફ જતા રસ્તા તરફ ભીડને કારણે ટ્રાફિક જામ થાય તેવી ભિતી ધ્યાને રાખી ટ્રાફિકના જવાબદાર સ્ટાફને જવાબદારી સુપ્રત કરવા સૂચના આપવામાં આવી છે.
દરમિયાન મુખ્ય પોલીસવડા વિકાસ સહાય અને લો એન્ડ ઓર્ડર વડા શમશેરસિંઘનાં આદેશના પગલે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને જોઇન્ટ સીપી મહેન્દ્ર બગડિયા દ્વારા અધિકારીઓ સહિત ૩૦૦ ટ્રાફિક પોલીસ સ્ટાફને બંદોબસ્ત સુદ્રઢ રીતે જળવાઈ રહે તે રીતે મેદાને ઉતારયા છે મત ગણતરી કેન્દ્ર આસપાસ વાહનોનો પ્રવેશબંધી સહિત પગલાંઓ બ્રજેશ ઝા, મહેન્દ્ર બગડીયા દ્વારા લેવાયા હોવાનું ગાંધીનગરને રિપોર્ટ મળ્યા છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
