<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

ગુજરાતના ઉભરતા ક્રિકેટરોને મળી વિકાસની તકઃ જય શાહ - નરહરિ અમીનની હાજરીમાં ઇનામ અર્પણ

ક્રિકેટ પ્રીમીયર લીગઃ હેરીટેજ સીટી ટાઇટન્‍સનો વિજય

અમદાવાદમાં ક્રિકેટ પ્રીમીયર લીંગ અંતર્ગત મેચના સમાપન પ્રસંગે જય અમિતભાઇ શાહ, નરહરિ અમીન, મયંક નાઇક વગેરેની  હાજરીમાં ઇનામ  વિતરણ સમારોહ યોજાયેલ તેની તસ્‍વીર.

રાજકોટ તા.૩ : અમદાવાદના  એસ.જી.વી.પી. મેદાનમાં અમદાવાદ એરોઝને છ વિકેટે હરાવીને હેરિટેજ સિટી ટાઈટન્‍સે ક્રિકેટ પ્રિમિયર લીગનું પ્રથમ ટાઈટલ જીતી લીધું હતું. ૧૯ મેના રોજ શરૂ થયેલી પ્રથમ ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL)ની  ૧૮ મેચોમાં, ૫૭૦૮ રન બન્‍યા હતા, જેમાં ૨૩૫ વિકેટ, ૫૪૧ ચોગ્‍ગા અને ૨૨૨ છગ્‍ગાનો સમાવેશ થયા છે. આ ટુર્નામેન્‍ટમાં ૩૦ અડધી સદી, ૨ સદી, ૧૨૪ કેચ નોંધાઈ હતી. સ્‍પર્ધાનો સમાપન સમારોહ બે હજારથી વધુ દર્શકોની હાજરીમાં  માહોલમાં યોજાયો હતો જેમાં લેસર શો'એ આકર્ષણ જમાવ્‍યું હતું.

મેચ બાદના ઈનામ વિતરણ સમારોહમાં BCCIના માનદ સચિવ જય અમિતભાઈ શાહે હેરિટેજ સિટી ટાઇટન્‍સના કેપ્‍ટન ઉર્વિલ પટેલ અને ટીમના  મલ્‍હાર શાહને CPL ચેમ્‍પિયન્‍સ ટ્રોફી અને રૂ. ૫ લાખનો ચેક અર્પણ કર્યો. તેમણે અમદાવાદ એરોઝના કેપ્‍ટન આર્ય દેસાઈ અને ટીમના માલિક ધ્રુવ ત્રિવેદીને રનર્સ અપ ટ્રોફી અને રૂ. ૨.૫ લાખનો ચેક પણ એનાયત કર્યો હતો.

શ્રી બાલકળષ્‍ણદાસજી સ્‍વામી, ઉપપ્રમુખ SGVP એ CPL ફાઈનલના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. રોનક ચિરીપાલ, ગોરવ જૈન અને વંશ ચિરીપાલ દ્વારા ગુજરાતના ઉભરતા ક્રિકેટરોને તેમની પ્રતિભા દર્શાવવા માટે ભવ્‍ય પ્‍લેટફોર્મ પૂરું પાડવા આ સ્‍પર્ધાનું આયોજન કરાયું હતું.

આ સમારોહમાં સંસદ સભ્‍ય (રાજ્‍યસભા) મયંક નાઈક હાજર અને નરહરિ અમીન રહ્યા હતા જેમનું ચિરીપાલ ગ્રુપના ડિરેક્‍ટર જ્‍યોતિપ્રસાદ ચિરીપાલ દ્વારા તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જય શાહનું ચિરીપાલ ગ્રુપના ચેરમેન વેદપ્રકાશ ચિરીપાલ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ રોમાંચક ટુર્નામેન્‍ટ ચિરીપાલ ફાઉન્‍ડેશન દ્વારા યોજવામાં આવી હતી, જે આર. કુમાર દ્વારા સંચાલિત, ફ્રેસીનેટ ઈન્‍ડિયાના સહયોગથી અને સ્‍ટાઈલ પાર્ટનર જેડ બ્‍લુ, સૂર્યશ્રી બ્‍લોક્‍સ, ગ્રુ અને મારુતિ ડેનિમન સહકાર પ્રાપ્ત થયો હતો. સ્‍પર્ધાના ભાગીદારોમાં શેલ્‍બી હોસ્‍પિટલ્‍સ, ડબલટ્રી બાય હિલ્‍ટન, લેન્‍ડમાર્ક કાર્સ, શાંતિ એશિયાટિક સ્‍કૂલ, સિટીઝન સ્‍પોર્ટ્‍સ મેનેજમેન્‍ટ, ક્રિક હીરોઝ, ક્રિશ કોમ્‍યુનિકેશન્‍સ એન્‍ડ મીડિયા બઝ અને આવા મિનરલ વોટરનો સમાવેશ થાય છે.

(5:03 PM IST)