<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

અમદાવાદથી ગળેશ્વર નદીમાં ૯ મિત્રો ન્‍હાવા ગયા, ૪ ડૂબ્‍યા, ત્રણના મોત

નડિયાદઃ અમદાવાદથી ૯ મિત્રો ગળતેશ્વર માટે ફરવા ગયા હતા. અને ગળતેશ્વરમાં નદીમાં ૯ મિત્રો ન્‍હાવા પડયા હતા. તેમાંથી ૪ મિત્રો ડૂબી જતા એક મિત્રને બચાવી લેવામાં આવ્‍યો હતો. બાકીના ત્રણ મિત્ર પાણીમાં ડૂબીને મોત થયા હતા.ઘટના સ્‍થળે આસપાસના લોકો તરત જ તેમને બચાવા દોડી ગયા હતા. પણ ૪ મિત્રોમાંથી ફકત ૧ મિત્રને બચાવી લેવામાં આવ્‍યો હતો. બાકીના ૩ મિત્ર પાણીમાં ડૂબીને મોત થયા હતા.

ત્રણેય મૃતદેહ બહાર કાઢીને નજીકના પીએમ ખાતે લઇ જવામાં આવ્‍યા હતા. અને આ ઘટનાની જાણ થતા જ સાવલિયા પોલીસ તાત્‍કાલીક ઘટના સ્‍થળ પર દોડી આવી હતી અને અકસ્‍માતનો ગુનો દાખલ કરી ફરીયાદ નોંધી હતી.

(5:05 PM IST)