<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહીઃ 8 અને 9 જુને ગુજરાતને વરસાદ ધમરોળશે

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રમ યાદવની આગાહી

અમદાવાદ: રાજ્યના હવામાનને લઇને નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના છ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 8 અને 9 જૂનના રોજ પણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં થનારા ફેરફાર, તાપમાન અને વરસાદ અંગે માહિતી આપી હતી.

રાજ્યમાં આજે કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આજે કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. આજે દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, સુરત અને દાદરા નગરહવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.

કાલથી એટલે કે 2, 3, 4 અને 5મા દિવસે હવામાન સૂકુ રહેશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

જ્યારે 6 અને 7મા દિવસે એટલે કે આગામી 8 અને 9મી તારીખે ગુજરાતમાં ફરી વરસાદ પડી શકે છે. 8, 9 જૂને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે.

8મી તારીખે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

9મી તારીખે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહીં. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ગાંધીનગરમા 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 43 અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. આજે અને કાલે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશ બનવાને કારણે આજે રાજ્યના છ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પ્રિ મોન્સૂન એક્ટિવિટી છે.

(5:56 PM IST)