News of Monday, 3rd June 2024
વડોદરાના સુભાનપુરામાં સ્માર્ટ મીટરનું બેસણું રાખીને સરકાર સામે અનોખો વિરોધ દર્શાવ્યોઃ વિજ કંપનીની ઓફિસે આક્રોશ ઠાલવ્યો
જુના મીટર આપવાની માંગ કરીને વધુ બિલ આવતુ હોવાનું જણાવ્યુ

વડોદરા: વડોદરાના સુભાનપુરામાં નાગરિકોએ સ્માર્ટ મીટરનું બેસણું યોજી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલ વીજ કંપનીની ઓફિસમાં સ્થાનિકોએ સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચઢાવી બેસણાંનો કાર્યક્રમ રાખ્યો હતો.
આજરોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવાના જય ગણેશ સોસાયટી, શિવ શક્તિ અને જય અંબે સોસાયટીમાં MGVCL દ્વારા સ્માર્ટ મીટર નાખવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ વધુ બીલ આવવાના કારણે નવા ડિજિટલ મીટરો બદલી જૂના મીટરની માંગણી કરવાની હોવાથી આજરોજ સ્થાનિક રહીશો દ્વારા સુભાનપુરા ખાતેની એમજીવીસીએલની કચેરીમાં સ્માર્ટ મીટરના બેસણાનો કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
એમજીવીસીએલની કચેરીમાં સ્થાનિકોએ ભેગા મળી સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચઢાવી બેસણાંનો કાર્યક્રમ યોજી રોષ ઠાલવ્યો હતો. મહત્વનું છે કે, સુભાનપુરા સહિત અનેક વિસ્તારમાં નાગરિકો હજી પણ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. જેના માટે આજે મોટી સંખ્યામાં મહિલાઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા વીજ કંપનીની ઓફીસ પર પહોચી જૂના મીટર પરત આપવાની માંગ કરી હતી.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
